Home Gujarat Gujarat Government New Helicopter Purchase Civil Aviation Committee

CM અને રાજ્યપાલની સુરક્ષા માટે રાજ્ય સરકાર ખરીદશે નવું હેલિકોપ્ટર : વર્ષ 2026 સુધીમાં થશે સોદો

CM અને રાજ્યપાલની સુરક્ષા માટે રાજ્ય સરકાર ખરીદશે નવું હેલિકોપ્ટર
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 05:05 PM IST

ગુજરાત સરકાર હવે ટૂંક સમયમાં પોતાના કાફલામાં નવા હેલિકોપ્ટરનો સમાવેશ કરવા જઈ રહી છે. નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્તને પગલે સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નાણાં વિભાગ અને ઉડ્ડયન વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેઓ ખરીદીની સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખશે.

16 વર્ષ જૂના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામીઓનું પ્રમાણ વધ્યું

વર્તમાનમાં રાજ્ય સરકાર પાસે AS 365 Dauphin મોડલનું હેલિકોપ્ટર ઉપલબ્ધ છે, જે વર્ષ 2007માં ખરીદવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટર છેલ્લા 16 વર્ષથી કાર્યરત હોવાથી હવે તેમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ સર્જાઈ રહી છે. ટેક્નિકલ સમસ્યાઓના કારણે અનેકવાર મહત્વની ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડે છે, જેનાથી વીવીઆઈપી પ્રવાસમાં અડચણ ઊભી થાય છે.

સલામતીના કારણોસર લેવાયો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી અને રાજ્યપાલના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય તે હેતુથી નવું હેલિકોપ્ટર ખરીદવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે. જૂના થઈ ગયેલા મશીનને બદલે અત્યાધુનિક સુવિધાઓ અને વધુ સુરક્ષા ધરાવતા એરક્રાફ્ટની જરૂરિયાત ઊભી થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખરીદીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને વર્ષ 2026ના અંત સુધીમાં આ નવું હેલિકોપ્ટર રાજ્ય સરકારને મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now