બુધવારે ગુજરાતના વડોદરામાં બનેલી દુ:ખદ પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક ગુમ થયેલા લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે. લગભગ 40 વર્ષ જૂનો આ પુલ જર્જરિત થઈ ગયો હતો. પરંતુ તેના પર ભારે વાહનોની અવરજવર ચાલુ રહી. અકસ્માતના કારણો શોધવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, એક પ્રારંભિક કારણ એ સામે આવ્યું છે કે ટોલ ટેક્સ બચાવવા માટે ભારે વાહનો ધ્રુજતા પુલ પરથી પસાર થતા રહ્યા અને આખરે દુર્ઘટના સર્જાઈ.
ટોલથી બચવા માટે ભારે વાહનો અહીંથી પસાર થતા?
છ લેનવાળા મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલથી બચવા માટે ભારે માલસામાનના વાહનો પણ વડોદરા-આણંદ જિલ્લાને જોડતા આ પુલનો ઉપયોગ કરતા હતા. સ્થાનિક લોકોના મતે આ પુલ પરથી વાહનચાલકો ટોલ ટેક્સ બચાવવા ચાલતા હતા અને તેમને 30-35 કિલોમીટર ધક્કો ન ખાવો પડે તે પણ એક કારણ છે. પરંતુ લાંબા સમયથી ભારે વાહનોની અવરજવરને કારણે સ્થાનિક લોકો ભયભીત હતા. આ વાત બુધવારે બપોરે પણ સાચી સાબિત થઈ. પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો. બે ટ્રક, એક SUV, એક પિકઅપ વાન અને એક ઓટો રિક્ષા નદીમાં પડી ગયા, જ્યારે એક ટેન્કર લટકતું રહ્યું.
''વાહન ચાલતા ત્યારે પુલ ધ્રુજતો''
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા પુલ 1985માં બનાવવામાં આવ્યો હતો અને તે ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ''જ્યારે પણ ભારે વાહનો પુલ પરથી પસાર થતા હતા ત્યારે ધ્રુજાતો હતો''. બોરસદ ગામના રહેવાસી દેવેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "જ્યારે પણ કોઈ ભારે વાહન અહીંથી પસાર થતું હતું ત્યારે પુલનો ભાગ ધ્રુજતો હતો. અકસ્માત થવાની શક્યતા હતી." તેમણે કહ્યું કે ''નજીકના બીજા પુલની સ્થિતિ પણ આવી જ છે''
લોકોની માંગ હતી કે....
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બામનગામ અને આસપાસના વિસ્તારોના લોકોની જૂની માંગ રહી છે કે વારંવાર સમારકામ કરવાને બદલે નવો પુલ બનાવવામાં આવે. આ બાબતથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે નવેમ્બર 2024માં નવા પુલના નિર્માણ માટે પ્રસ્તાવ પસાર કર્યો હતો. તેની કિંમત 217 કરોડ રૂપિયા છે''.
પોરબંદરમાં વહેલી સવારે સર્જાયો કાળમુખો અકસ્માત: બે બાઈક વચ્ચેની જોરદાર ટક્કરમાં 3 યુવાનોના મોત, 2ની હાલત ગંભીર


_42a0a650-5201-495f-a5d7-6a02f3433ce0.jpg)


