Home Gujarat Gujarat Fishermen Diesel Vat Relief All Mechanized Boats

ગુજરાતના 18 હજારથી વધુ માછીમારો માટે ખુશખબર! : હવે તમામ યાંત્રિક બોટોને ડીઝલ પર પ્રતિ લિટર ₹15 સુધીની વેટ રાહતનો મળશે લાભ

Bhupendra Patel
Published by: Suman Dabhi
Last Updated: Jul 08, 2026, 09:39 AM IST

Gujarat fishermen: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના માછીમારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મોટો સુધારો મંજૂર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અત્યાર સુધી આ યોજનાનો લાભ માત્ર 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને મળતો હતો. હવે આ લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. પરિણામે, ડીપ-સી ફિશિંગ બોટો સહિત રાજ્યની તમામ યાંત્રિક ફિશિંગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે.

18 હજારથી વધુ બોટોને મળશે સીધો લાભ

સરકારના આ નિર્ણયથી રાજ્યમાં નોંધાયેલી 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટો હવે ડીઝલ પર વેટ રાહત મેળવવા માટે પાત્ર બનશે. આ નિર્ણય નાના, મધ્યમ અને મોટા તમામ વર્ગના માછીમારોને સમાન લાભ આપશે.

ડીઝલ પર મળશે પ્રતિ લિટર ₹15 સુધીની વેટ રાહત

યોજનાના નિયમો મુજબ પાત્ર બોટોને સરકાર દ્વારા 'ડીઝલ કાર્ડ' આપવામાં આવશે. આ કાર્ડના આધારે પ્રતિ લિટર મહત્તમ ₹15 સુધીની વેટ રાહત આપવામાં આવશે. જો વેટની રકમ ₹15 કરતાં ઓછી હશે, તો વાસ્તવિક વેટ જેટલી જ સહાય ચૂકવવામાં આવશે.

આ બે શરતો ફરજિયાત

સરકારી સહાય મેળવવા માટે બોટ માલિકોએ નીચેની શરતો પૂર્ણ કરવી પડશે:

  • બોટની નોંધણી 'રિયલ ક્રાફ્ટ પોર્ટલ' પર થયેલી હોવી જોઈએ.

  • બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું જરૂરી છે.

સરકારે હજુ સુધી નોંધણી કે લાયસન્સ ન કરાવનારા માછીમારોને વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ પણ કરી છે.

આ પણ વાંચો: રથયાત્રા પૂર્વે પાટણ LCB ની મોટી કાર્યવાહી : 5 દેશી કટ્ટા, 4 કારતૂસ સાથે 6 આરોપીઓ ઝડપાયા, બે ફરાર

માછીમારોને કેવી રીતે મળશે લાભ?

ડીઝલના વધતા ખર્ચ વચ્ચે સરકારનો આ નિર્ણય માછીમારો માટે મોટી રાહત બની શકે છે. ઇંધણ ખર્ચમાં ઘટાડો થવાથી માછીમારોની કામગીરીનો ખર્ચ ઓછો થશે, આવકમાં વધારો થશે અને દરિયાઈ મત્સ્યઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે.

રાજ્ય સરકારનું માનવું છે કે આ નિર્ણયથી માછીમારોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને ગુજરાતના મત્સ્યઉદ્યોગને નવી ગતિ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now