Home Gujarat Gujarat Energy Minister Hrishikesh Patels Statement Amid Lpg Cylinder Crisis

LPG Cylinder Crisis : "ગુજરાતમાં એકપણ ચૂલો બંધ નહીં થાય" : ગેસ સંકટ વચ્ચે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

LPG Cylinder Crisis : "ગુજરાતમાં એકપણ ચૂલો બંધ નહીં થાય"
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Mar 10, 2026, 04:42 AM IST

LPG Cylinder Shortage: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધમાં અમેરિકાએ ઘી હોમતા વિશ્વભરમં સ્થિતિ તંગ બની છે. બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનીસ્તાન પણ સામસામે આવી ગયા છે. આ પરિસ્થિતિને કારણે દુનિયાભરમાં ઓઈલ અને ગેસ સેક્ટર પર માઠી અસર પડી છે. ભારતમાં પણ એલપીજી ગેસની અછતને લઈને ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે ગુજરાત પણ એક પ્રકારે ગેસ અને ઓઈલ સેક્ટરમાં સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે રાજ્યના ઉર્જામંત્રી ઋષિકેશ પટેલનું ગેસ સંકટ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે.

કેન્દ્ર સરકારે ઘરેલું LPG સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો

હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે

રાજ્યમાં ગેસના પુરવઠા અંગે ઉર્જા અને પેટ્રો કેમિકલ મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

દેશભરમાં એલપીજી ગેસની અછતને લઈને ચિંતા વધતી જોવા મળી રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધેલા તણાવની અસર હવે ભારતના ગેસ પુરવઠા પર પણ જોવા મળી રહી છે. અનેક શહેરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકાર તરફથી મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં એકપણ ઘરમાં ચૂલો બંધ ન થાય તેની સંપૂર્ણ કાળજી સરકાર લઈ રહી છે.

મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં ઘરેલું ગેસ પુરવઠાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ માટે ઔદ્યોગિક ગેસના ઉપયોગમાં 50 ટકા સુધી કાપ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ખાતર બનાવતી કંપનીઓ અને દૂધની ડેરીઓમાં વપરાતા ગેસમાં પણ લગભગ 40 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારનું મુખ્ય લક્ષ્ય એ છે કે રાજ્યના દરેક ઘરમાં ગેસ સિલિન્ડર સરળતાથી ઉપલબ્ધ રહે.

આ વચ્ચે કેન્દ્ર સરકારે પણ ગેસ પુરવઠા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ઘરેલું LPG સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રાહકો એક સિલિન્ડર પછી 21 દિવસમાં બીજો સિલિન્ડર બુક કરી શકતા હતા, જ્યારે હવે આ સમયગાળો વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. એટલે કે હવે બીજો સિલિન્ડર 25 દિવસ બાદ જ બુક કરી શકાશે.

ગેસ સંકટની અસર હોટલ અને ફૂડ ઇન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. બેંગલુરુ સહિત કેટલાક શહેરોમાં કોમર્શિયલ ગેસ સપ્લાયમાં અચાનક ઘટાડો થતા હોટલ એસોસિએશને હોટલો બંધ કરવાની ચેતવણી આપી છે. ઓઈલ કંપનીઓએ નોન-ડોમેસ્ટિક LPGનો પુરવઠો હાલ માટે સ્થગિત કરવાની સૂચના આપી છે.

ગુજરાતના સાણંદ GIDCમાં પણ ગેસ સપ્લાય અંગે ઉદ્યોગકારો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. ગેસ પુરવઠામાં ઘટાડો થવાથી ઓટોમોબાઈલ સપ્લાય ચેઇન અને હજારો મજૂરોના રોજગાર પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં સરકાર અને ગેસ કંપનીઓ સ્થિતિ સામાન્ય કરવા માટે પ્રયાસ કરી રહી હોવાનું જણાવાયું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત ATSની મોટી સફળતા: આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં વધુ બે શખ્સોની ધરપકડ, કરોડોનું એટોમિડેટ જપ્ત

ગુજરાત ATSની મોટી સફળતા

હજીરા પોર્ટ પર ‘ડ્રોન હુમલા’ની મોકડ્રિલ: બોટ દ્વારા પાણીનો મારો ચલાવાયો, સુરક્ષા સજ્જતાની અસરકારક ચકાસણી

હજીરા પોર્ટ પર ‘ડ્રોન હુમલા’ની મોકડ્રિલ

"લિમિટમાં રહો... લિમિટમાં રહો... નહીં તો મારે...!": વિધાનસભામાં કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે મંત્રી જીતુ વાઘાણીને કેમ આપી આવી ધમકી?

"લિમિટમાં રહો... લિમિટમાં રહો... નહીં તો મારે...!"

આગામી 48 કલાક ગુજરાત પર ભારે: આકરા હિટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગે જાહેર કર્યું કલર કોડ એલર્ટ, જાણો કયા જિલ્લામાં કેટલી પડશે ગરમી

આગામી 48 કલાક ગુજરાત પર ભારે
Play Video

32,464 લોકો દારૂ પીતા પકડાયા: ફાર્મહાઉસ પર દારૂ પીનારાની રીલ્સ બને છે, પણ દારૂ વેચનાર પકડાતા નથી! ગોપાલ ઇટાલિયાનો સરકારને સવાલ

32,464 લોકો દારૂ પીતા પકડાયા

શાળાઓ અને કોર્ટ બાદ હવે યુનિવર્સિટીઓ નિશાને: ગુજરાતના ત્રણ શહેરોમાં ધમકીભર્યા મેઈલ મળતા હાઈ-એલર્ટ, સાયબર સેલ એક્શનમાં; સઘન સર્ચ ઓપરેશન શરૂ

શાળાઓ અને કોર્ટ બાદ હવે યુનિવર્સિટીઓ નિશાને

વિધાનસભામાં ક્રિકેટ મેચની ટિકિટ મુદ્દે મહાભારત: પ્રજાના પ્રશ્નો ભુલી ભાજપના ધારાસભ્યો મેચની ટિકિટ માંગતા હોવાનો કોંગ્રેસ અને AAPનો આક્ષેપ

વિધાનસભામાં ક્રિકેટ મેચની ટિકિટ મુદ્દે મહાભારત

પાવાગઢ જનારા ભક્તો માટે મોટા સમાચાર: ચૈત્ર નવરાત્રી માટે કાલિકા માતાજીના દર્શનના સમયમાં ફેરફાર, જાણો ક્યારે ખુલશે મંદિરના દ્વાર?

પાવાગઢ જનારા ભક્તો માટે મોટા સમાચાર

17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં નવી પહેલ: એર ક્વોલિટી મોનિટરિંગ અને તળાવોના મોનિટરિંગ માટે અમલમાં મૂકાશે સિસ્ટમ

17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં નવી પહેલ

ક્રિકેટના ક્રેઝમાં રેલવેનો 'માસ્ટરસ્ટ્રોક': સુરત-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનો 100% હાઉસફુલ, સરકારને થયો મોટો આર્થિક લાભ

ક્રિકેટના ક્રેઝમાં રેલવેનો 'માસ્ટરસ્ટ્રોક'

અધધ...કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બે ઝડપાયા: શું તમે જાણો છો શા માટે થાય છે વ્હેલ માછલીની ઉલ્ટીનો ઉપયોગ?

અધધ...કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બે ઝડપાયા
Play Video

રક્ષિત કાંડની યાદ તાજી થઈ: વડોદરામાં અમિતનગર સર્કલ પાસે સગીર કારચાલકે 4 લોકોને અડફેટે લીધા, સગીર ચાલકની અટકાયત

રક્ષિત કાંડની યાદ તાજી થઈ
Play Video

અંબાલાલ પટેલની ભયાનક આગાહી: માર્ચમાં ગરમી 'ભૂક્કા' કાઢશે, પણ એપ્રિલમાં કરા સાથે માવઠું ત્રાટકશે! જાણો કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને હીટવેવનું ડબલ સંકટ

અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં તૈયારીઓ તેજ: આજે દિલ્હીના દરબારમાં ભાજપની બેઠક, CM અને DyCM રહેશે હાજર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં તૈયારીઓ તેજ

ગાંધીધામ ભાજપ નેતા આપઘાત કેસમાં મોટો ખુલાસો!: સ્યુસાઇડ નોટમાં 17 નામ સામે આવ્યા, પ્રથમ આરોપીની ધરપકડ

ગાંધીધામ ભાજપ નેતા આપઘાત કેસમાં મોટો ખુલાસો!
Play Video

અમદાવાદ હાટકેશ્વરમાં ગેસ પાઈપલાઈન લીક: ઓવરબ્રિજ તોડકામ દરમિયાન ખોખરા વિસ્તારમાં ગેસ સપ્લાય બંધ

અમદાવાદ હાટકેશ્વરમાં ગેસ પાઈપલાઈન લીક
Play Video

વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો: 1 કરોડની છેતરપિંડી કરી 8 વર્ષથી ફરાર આરોપીને કચ્છમાંથી દબોચ્યો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો

ગુજરાત વિધાનસભામાં ગાજ્યા વિપક્ષી ધારાસભ્યો: ગુમ થયેલા બાળકો અને કરોડોના દારૂના મુદ્દે કોંગ્રેસે સરકારને ભીંસમાં લીધી

ગુજરાત વિધાનસભામાં ગાજ્યા વિપક્ષી ધારાસભ્યો

ગુજરાત સરકારની મોટી પહેલ: AI, બ્લોકચેન અને સાયબર સિક્યુરિટીમાં શરૂ થશે 'પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ'

ગુજરાત સરકારની મોટી પહેલ