Home Gujarat Gujarat Election Candidate List Bjp Congress Announce Candidates2026

કરમસદ-આણંદ સહિત 13 જિલ્લાઓમાં ભાજપની યાદી જાહેર : છેલ્લી ઘડીએ ઉમેદવારોની પસંદગી, જાણો કોને ક્યાંથી મળી ટિકીટ

Gujarat Election Candidate List
Published by: Viral Patel
Last Updated: Apr 10, 2026, 02:27 PM IST

આણંદ/કરમસદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કે પહોંચ્યો છે. ભાજપ દ્વારા આખરે કરમસદ અને આણંદ સહિત વિવિધ પાલિકા-પંચાયત માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 11 એપ્રિલના રોજ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી રાજકીય પક્ષોમાં દોડધામ મચી છે.

ટેલિફોનિક સૂચના અને 'સસ્પેન્સ'

ચૂંટણીમાં ટિકિટ કપાવાના કારણે પક્ષમાં આંતરિક વિરોધ ન થાય તે હેતુથી ભાજપ અને કોંગ્રેસ બંને સાવચેતી વર્તી રહ્યા છે. કેટલીક મહાનગરપાલિકાઓમાં તો યાદી જાહેર કરવાને બદલે ઉમેદવારોને સીધા ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે. વિરોધના ડરને કારણે પક્ષ દ્વારા આ વ્યૂહરચના અપનાવવામાં આવી હોવાનું મનાય છે.

13 જિલ્લાની યાદી જાહેર

ભાજપે આજે સાંજ સુધીમાં 13 જિલ્લાઓની પાલિકા અને પંચાયતના ઉમેદવારોના નામ નક્કી કરી દીધા છે. સુરેન્દ્રનગર, વાપી, નડિયાદ અને વડોદરા મહાનગરપાલિકા માટે પણ સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી બાકી રહેલા ઉમેદવારોને પણ ટૂંક સમયમાં સૂચના આપી દેવામાં આવશે.

શા માટે વિલંબ?

સામાન્ય રીતે ભાજપ શિસ્તબદ્ધ રીતે અગાઉથી યાદી જાહેર કરતું હોય છે, પરંતુ આ વખતે ટિકિટના દાવેદારોની સંખ્યા વધુ હોવાથી અને આંતરિક બળવાને ડામવા માટે યાદી મોડી જાહેર કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાં પણ સ્થિતિ કંઈક આવી જ જોવા મળી રહી છે, જ્યાં હજુ પણ અનેક બેઠકો પર સસ્પેન્સ યથાવત છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા ભાજપના ઉમેદવાર

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now