Home Gujarat Gujarat Education Board Std 10 12 Exam On Dhuleti Holiday

ગુજરાત શિક્ષણ બોર્ડે 'ધૂળેટી' પર પાણી ફેરવ્યું : જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

ગુજરાત શિક્ષણ બોર્ડે 'ધૂળેટી' પર પાણી ફેરવ્યું
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 11:23 AM IST

Gujarat STD.10-12 Board Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓની ધૂળેટી પર પાણી ફેરવ્યું છે. હકીકતમાં બોર્ડ દ્વારા ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડે 4 માર્ચે એટલે કે ધૂળેટીના દિવસે જ પેપર રાખ્યું છે. પરીક્ષાના આ યોજનથી વાલી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે.

જાહેર રજાના દિવસે ધો.10-12ની પરીક્ષા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 11 નવેમ્બર, 2025 ના રોજ SSC ધોરણ 10 અને HSC 12 ની મુખ્ય બોર્ડ પરીક્ષાના ટાઈમ ટેબલની જાહેરાત કરી હતી. બોર્ડ સમયપત્રક મુજબ, 4 માર્ચ, 2026ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નામાના મૂળતત્ત્વો, સાયન્સ પ્રવાહનું જીવવિજ્ઞાન અને ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનના પેપરનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં 2 - image

જ્યારે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 27 નવેમ્બરના રોજ વર્ષ 2026ની સત્તાવાર જાહેર રજાઓની યાદી જાહેર કરાઈ હતી. જેમાં 4 માર્ચ, 2026ના રોજ હોળી-ધૂળેટીની જાહેર રજા છે. જોકે, શિક્ષણ બોર્ડે જાહેર રજાના દિવસે પરીક્ષાનું આયોજન કરતાં શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ કર્યો હોવાનું સામે આવ્યું છે. જાહેર રજાના દિવસે બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનું આયોજન કરાયું છે, ત્યારે વિદ્યાર્થી અને વાલી મૂંઝવણમાં મૂકાયા છે.
શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં 3 - imageશિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં 3 - imageશિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં 5 - image

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now