Home Gujarat Gujarat Budget 2026 Finance Minister To Present Budget In The Assembly Today

Gujarat Budget 2026 : આજે વિધાનસભામાં નાણામંત્રી રજૂ કરશે બજેટ : પ્રશ્નોત્તરીથી લઈને અંદાજપત્ર, જાણો દિવસના કામકાજની યાદી

Gujarat Budget 2026 : આજે વિધાનસભામાં નાણામંત્રી રજૂ કરશે બજેટ
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 03:38 AM IST

Gujarat Budget 2026 : આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ત્રીજો દિવસ ખાસ મહત્વનો છે, કારણ કે આજના દિવસે રાજ્યનું બજેટ પણ રજૂ થવાનું છે. ગૃહમાં વિવિધ મહત્વપૂર્ણ કામકાજ હાથ ધરવામાં આવશે, જેમાં પ્રશ્નોત્તરીથી લઈને અંદાજપત્રની રજૂઆત સુધીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તારાંકિત પ્રશ્નોત્તરી

સૌપ્રથમ પ્રશ્નોત્તરી લેવામાં આવશે, જેમાં તારાંકિત પ્રશ્નોત્તરીનો સમાવેશ થાય છે. નાયબ મુખ્યમંત્રી ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી, વાહનવ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ તથા નાગરિક ઉડ્ડયન જેવા મહત્વપૂર્ણ વિભાગોને લગતા પ્રશ્નોના જવાબ આપશે. ઉપરાંત આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી પણ પોતાના વિભાગોને લગતા પ્રશ્નોના જવાબ આપશે.

ખર્ચના પત્રકોની રજૂઆત કરવામાં આવશે.

ત્યારબાદ વધારાના ખર્ચના પત્રકોની રજૂઆત કરવામાં આવશે. નાણા મંત્રી કનુ દેસાઇ દ્વારા સન 2011-2012, 2014-2015, 2015-2016 અને 2018-2019ના વર્ષોના વધારાના ખર્ચના પત્રકો ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ સાથે જ સન 2025-2026ના વર્ષ માટેના ખર્ચના પૂરક પત્રકની રજૂઆત પણ કરવામાં આવશે. તેમાં ખર્ચના પૂરક પત્રક, માગણીઓની અનુસૂચિ અને નવી સેવાઓની યાદીની વિગત સામેલ રહેશે.

નાણાં મંત્રી અંદાજપત્ર રજૂ કરશે

દિવસનો મુખ્ય આકર્ષણ 2026-2027ના વર્ષ માટેના અંદાજપત્રની રજૂઆત રહેશે. નાણા મંત્રી કનુ દેસાઇ દ્વારા અંદાજપત્રનો ભાગ-8 અને ભાગ-ખ ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યની આવક-જાવક, વિકાસ યોજનાઓ અને વિવિધ વિભાગો માટેના ફાળવણી અંગે મહત્વપૂર્ણ જાહેરાતો થવાની શક્યતા છે. આ રીતે આજનો દિવસ વિધાનસભામાં અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now