Home Gujarat Gujarat 24 Hours Rainfall Update 23 July 2026

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : ઉમરગામમાં 24 કલાકમાં 906 મિમી વરસાદ, વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ

વરસાદ
Published by: Chintan Chavda
Last Updated: Jul 23, 2026, 05:06 AM IST

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોરદાર બન્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાયો છે. સરકારી વરસાદના આંકડા મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામમાં સૌથી વધુ 906 મિમી એટલે કે 35.67 ઇંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સર્વોચ્ચ રહ્યો છે.

વલસાડ જિલ્લો વરસાદમાં સૌથી આગળ રહ્યો છે. ઉમરગામ બાદ કપરાડામાં 731 મિમી (28.78 ઇંચ), નાનાપોંઢામાં 643 મિમી (25.31 ઇંચ), ધરમપુરમાં 499 મિમી (19.65 ઇંચ), પારડીમાં 448 મિમી (17.64 ઇંચ), વાપીમાં 413 મિમી (16.26 ઇંચ) અને વલસાડ શહેરમાં 403 મિમી (15.87 ઇંચ) વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : ઉમરગામમાં 35.67 ઈંચ વરસાદ, 365 રસ્તા બંધ

નવસારી, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદ

નવસારી જિલ્લાના વાંસદામાં 435 મિમી, ખેરગામમાં 358 મિમી, ચીખલીમાં 201 મિમી, ગાંદેવીમાં 196 મિમી, જલાલપોરમાં 184 મિમી અને નવસારીમાં 176 મિમી વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના ડોલવણમાં 378 મિમી, વાલોડમાં 256 મિમી, વ્યારામાં 241 મિમી અને સોનગઢમાં 190 મિમી વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં 369 મિમી અને આહવામાં 158 મિમી વરસાદ નોંધાતા નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે.

સુરત અને અન્ય જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ

સુરત જિલ્લાના ઉમરપાડામાં 250 મિમી, આંબિકામાં 222 મિમી, પાલસાણામાં 209 મિમી, મહુવામાં 180 મિમી, બારડોલીમાં 175 મિમી, ઓલપાડમાં 154 મિમી અને સુરત શહેરમાં 128 મિમી વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં 106 મિમી, ડેડિયાપાડામાં 94 મિમી, ચીખડામાં 91 મિમી અને સાગબારામાં 87 મિમી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાનું તોફાની આગમન : નરોડાથી સેટેલાઇટ અને એસ.જી. હાઈવે સુધી ધોધમાર વરસાદ, આજે ફરી આકાશી આફત?

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ

બોટાદ જિલ્લામાં બોટાદ તાલુકામાં 44 મિમી, રાણપુરમાં 12 મિમી, ગઢડામાં 7 મિમી અને બરવાળામાં 2 મિમી વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના તળાજામાં 17 મિમી, ઉમરાળામાં 17 મિમી, ઘોઘામાં 11 મિમી, ભાવનગર શહેરમાં 6 મિમી અને શિહોરમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.

રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે જનજીવન પર અસર થવાની શક્યતા વચ્ચે સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now