Home Tech/Gadgets Gta 6 Launch Date Revealed Will Be Launch On This Day

GTAના ફેન્સ માટે સારા સમાચાર : જલ્દી જ લૉન્ચ થશે GTA 6

GTAના ફેન્સ માટે સારા સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2025, 07:16 AM IST

GTAના ફેન્સ માટે ખુબ સારા સમાચાર છે. ગ્રાન્ડ થેફ્ટ ઓટો VI (GTA 6) હવે જલ્દી આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર સપ્ટેમ્બર 2025માં લોન્ચ થઈ શકે છે. લાંબા સમય સુધી GTA નવા ચેપ્ટરની રાહ જોતા ગેમર્સ માટે આ સમાચાર કોઇ ભેટથી ઓછા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 17 સપ્ટેમ્બર 2025ના રોજ લૉન્ચ થઈ શકે છે.

કયા પ્લેટફોર્મ પર આવશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર GTA 6 NEXT GEN કોનસોલ્સ માટે લૉન્ચ કરાશે. જોકે રોકસ્ટાર ગેમ્સે હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરી. પરંતુ શક્યતા છે કે પ્લેસ્ટેશન 5 (PS5) અને Xbox સિરીઝ X|S માટે ઉપલબ્ધ થશે. પીસી યુઝર્સે થોડીક રોહ જોવી પડી શકે છે. કંસોલ વર્ઝન પછી પપીસી વર્જન શરૂ થવાની સંભાવના છે. NEXT GEN કંસોલ્સ પર ગેમ રમવામાં મજા પડી જશે. જેમાં અલ્ટ્રા રિયાલિસ્ટિક ગ્રાફિક્સ્, ડાયનામિક વેદર સિસ્ટમ અને એડવાન્સ્ડ AIનો સમાવેશ થાય છે. GTA 6નું ઓપન-વર્લ્ડ અત્યાર સુધીનો સૌથી મોટો અને વિઝ્યુઅલી જોરદાર અનુભવની આશા છે. તેની સાથે આ ગેમ હવે સૌથી વધુ ગ્રાફિક-ડિમાન્ડિંગ ગેમમાની એક બની શકે છે.

GTA 6ની કિંમત
રિપોર્ટ્સ અનુસાર લગભગ સ્ટેન્ડર્ડ એડિશનની કિંમત લગભગ $100 એટલે 8657 રૂપિયા હોઈ શકે છે. પ્રીમિયમ એડિશનની કિંમત પણ વધુ હોઈ શકે છે, એક્સક્લુસિવ કન્ટેન્ટ અને ઇન-ગેમ બેનિફિટ્સ મળી શકે છે. ગેમની હાય પ્રોડક્શન વેલ્યુ અને ડેવલપમેન્ટ કોસ્ટના કારણે તેની કિંમત પહેલા કરતાં વધુ હોઈ શકે છે.

સત્તાવાર જાહેરાતની રાહ
જોકે Rockstarએ હજુ સુધી ગેમ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. ફેન્સ ગેમ માટે થઈને ખુબ રાહ જોઈ રહ્યાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now