Home Business Gst Reforms These Product Prices Will Be Cheaper

ઘરવખરીના સામાનથી લઈને સ્માર્ટ ફોન સુધી : GST રિફોર્મમાં શું શું થશે સસ્તું?

ઘરવખરીના સામાનથી લઈને સ્માર્ટ ફોન સુધી
Published by: OBS Bureau
Last Updated: Aug 17, 2025, 06:35 AM IST

સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST સિસ્ટમને સરળ બનાવવાની જાહેરાત કરી. આ બદલાવને લઈને સરકાર બ્લુપ્રિન્ટ તૈયાર કરી ચૂકી છે અને હવે તેને રાજ્યોના નાણામંત્રીઓને અભ્યાસ માટે સુપરત કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.


હાલના GST સ્લેબ

  • 0% : આવશ્યક ચીજવસ્તુઓ

  • 5% : રોજિંદી ઉપયોગની વસ્તુઓ (સાબુ, ટૂથપેસ્ટ વગેરે)

  • 12% : સામાન્ય વસ્તુઓ

  • 18% : ગેજેટ્સ અને સર્વિસીસ

  • 28% : લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ


શું બદલાશે?

  • 12% સ્લેબ રદ થશે → આ સિરીઝની વસ્તુઓ 5%માં આવશે.

  • 28% સ્લેબ રદ થશે → મોટાભાગની વસ્તુઓ 18%માં આવશે.


શું થશે સસ્તુ?

5% GSTમાં આવતી (સસ્તી થતી) વસ્તુઓ
હેર ઓઈલ, સાબુ, ટૂથપેસ્ટ, ટૂથ પાવડર, પ્રોસેસ્ડ ફૂડ, ફ્રોઝન શાકભાજી, કન્ડેન્સ્ડ મિલ્ક, નાસ્તો, કમ્પ્યુટર, મોબાઇલ, ગીઝર, કૂકર, વેક્યુમ ક્લીનર, વોટર ફિલ્ટર, સાયકલ, વાસણો, કૃષિ મશીનરી, HIV કીટ, મોટાભાગની રસીઓ, આયુર્વેદિક દવાઓ.

18% (પહેલા 28%)માં આવતી વસ્તુઓ
એસી, ફ્રિજ, વોશિંગ મશીન, ટીવી, મોટરસાઇકલ સીટ, કાર, વીમા પોલિસી, પ્લાસ્ટિક વસ્તુઓ, રેઝર, પ્રિન્ટર, એલ્યુમિનિયમ ફોઇલ, ખાંડની ચાસણી, પ્રોટીન કોન્સન્ટ્રેટ, ટેમ્પર્ડ ગ્લાસ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now