GSEB 12 Science: ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 સાયન્સની મુખ્ય બોર્ડ પરીક્ષાના MCQ વિભાગની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. આમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષયમાં કેટલાક પ્રશ્નો ખોટા હોવાનું જાણવા મળતાં બોર્ડે તે પ્રશ્નોને રદ કરી દીધા છે અને તમામ વિદ્યાર્થીઓને સમાન ગુણ આપવાનો નિર્ણય લીધો છે.
વિષયવાર ગ્રેસ માર્ક્સની વિગત
ફિઝિક્સ
અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં 2 પ્રશ્નો ખોટા → 2 માર્ક્સ ગ્રેસ
ગુજરાતી માધ્યમમાં 3 પ્રશ્નો ખોટા → 3 માર્ક્સ ગ્રેસ
(કુલ 2થી 3 માર્ક્સ સુધીનું લાભ, પરંતુ સરેરાશ 4 માર્ક્સની અસર)
કેમિસ્ટ્રી
અંગ્રેજી માધ્યમમાં 2 પ્રશ્નો ખોટા → 2 માર્ક્સ ગ્રેસ
ગુજરાતી અને હિન્દી માધ્યમમાં 1 પ્રશ્ન ખોટો → 1 માર્ક ગ્રેસ
આ ઉપરાંત મેથ્સ અને બાયોલોજીની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: GUJCET 2026; ગુજકેટની પરીક્ષામાં 8 કલાકમાં 3 પેપર : 1.35 લાખથી વધુ પરીક્ષાર્થીઓની આકરી કસોટી
વિદ્યાર્થીઓ માટે મહત્વની તારીખ
પ્રોવિઝનલ આન્સર કીમાં કોઈ વાંધો હોય તો વિદ્યાર્થીઓ 4 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન રજૂઆત કરી શકે છે.
દરેક પ્રશ્ન માટે ₹500ની ફી ભરવાની રહેશે, જે જો રજૂઆત સાચી સાબિત થશે તો પરત મળી જશે. આ વર્ષે પણ ગુજરાત બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્રમાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવાની પરંપરા ચાલુ જ રહી છે. આ નિર્ણયથી ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થવાની સંભાવના છે.





