Home Tech/Gadgets Grab Samsung Galaxy S24 Plus 5g With Ai Features And Flagship Camera On 35000 Rupees Discount

જલ્દી કરો : આ પ્રિમિયમ મોબાઈલ પર મળશે 35 હજારનું બમ્પર ડિસ્કાઉન્ટ

જલ્દી કરો
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2024, 06:46 AM IST

જ્યારે શ્રેષ્ઠ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સની વાત આવે છે, ત્યારે સેમસંગ ટોચની કંપનીઓમાંની એક છે, અને તેના નવા ડિવાઈસ તો AI સુવિધાઓ સજ્જ છે. હાલમાં ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Flipkart પર, ગ્રાહકો સેમસંગનો ફ્લેગશિપ ફોન Galaxy S24+ 5G ભારે ડિસ્કાઉન્ટ પર ખરીદી શકે છે. આ મોબાલઈલની લોન્ચિંગ કિંમત કરતાં લગભગ રૂ. 35,000 ઓછી કિંમતે ઉપલબ્ધ છે જે એક સારી ડીલ તો છે. તો ચાલો જાણીએ કઈ રીતે તમે આ ફોન પર મેળવી શકશો 35 હજારનું ડિસ્કાઉન્ટ.

Galaxy S24+ માં વેનીલા Galaxy S24ની સરખામણીએ મોટી ડિસ્પ્લે છે. આ મોબાઈલમાં Galaxy AI ફીચર્સ પણ આપવામાં આવ્યા છે, જે ઈમેજ એડિટિંગથી લઈને ટેક્સ્ટ ફોર્મેટિંગ સુધીના કાર્યોને એકદમ સરળ બનાવે છે. ઉપરાંત, આ ડિવાઈસમાં 7 વર્ષ સુધીના અપડેટ્સ પણ મળતા રહેશે. આ મોબાઈલની ડિસ્પ્લેમાં ગોરિલા ગ્લાસ વિક્ટસની પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, સાથે જ વાયરલેસ ચાર્જિંગ જેવી પ્રીમિયમ ફિચર્સ પણ શામેલ કરવામાં આવ્યા છે. દમદામ પર્ફોમન્સ માટે ડેકા-કોર પ્રોસેસરથી સજ્જ કરવામાં આવ્યું છે.

મળશે આ ઓફરનો ફાયદો
Samsung Galaxy S24+ 5G (12GB RAM, 256GB સ્ટોરેજ)ને ભારતીય બજારમાં રૂ. 99,999 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ફ્લિપકાર્ટ પર રૂ. 35,000ના ડિસ્કાઉન્ટ પછી રૂ. 64,999ની કિંમતમાં ખરીદી શકાશે. આ ઉપરાંત, તમને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી પર 5 ટકા કેશબેક મળશે, જે બાદ આ ફોનની કિંમત 61,749 રૂપિયા થઈ જશે.

આ સાથે જ જે ગ્રાહકો તેમના જૂના ફોનને એક્સચેન્જ કરવા પર રૂ. 36,050 સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, આ ડિસ્કાઉન્ટની કિંમત જૂના ફોનના મોડલ અને સ્થિતિ પર આધારિત છે. સેમસંગનો આ મોબાઈલમાં 2 કલર વેરિએન્ટના ઓપ્શન પણ ઉપલબ્ધ છે જે, Onyx Black અને Cobalt Violet છે.

Galaxy S24+ 5Gના સ્પેસિફિકેશન આ મુજબ છે.
આ પ્રીમિયમ ડિવાઈસમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.7-ઇંચ QHD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે . દમદાર પરફોર્મન્સ માટે Exynos 2400 પ્રોસેસર સાથે 12GB સુધીની RAM ઉપલબ્ધ છે. આ મોબાઈલમાં કેમેરા વિશે વાત કરીએ તો, Galaxy S24 + 5Gમાં 50MP પ્રાઈમરી લેન્સ આપવામાં આવ્યો છે, જ્યારે 10MP ટેલિફોટો અને 12MP અલ્ટ્રાવાઈડ સેન્સર સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 12MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ડિવાઈસ 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4900mAh ક્ષમતાની બેટરીથી સજ્જ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now