ઉનાળાની શરૂઆત થતાની સાથે હાલ તાપમાનનો પારો ઉચકાયો છે. જેને લઈને હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને શ્રમિકોને બપોરનાં 1 થી 4 સુધીનાં સમયગાળા દરમ્યાન સુર્યનાં સીધા તાપની અસર થતી હોય તેવા સ્થળો પર કામ ના કરવા સલાહ આપી છે.
છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં ગરમીનું જોર વધ્યું છે. ત્યારે તાપમાનનો પારો 41 તી 42 ડીગ્રી રહેવા પામ્યો છે. જેનાં પગલે રાજ્યનાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા દ્વારા એક પરિપત્ર બહાર પાડી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યાં છે. ઉપરાંત આગામી દિવસોમાં એટલે કે એપ્રિલ અને જૂન મહિનામાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. પરિપત્ર મુજબ રાજયના તમામ ઉદ્યોગો, બાંધકામ સાઇટ, મનરેગા વર્કર, ઇટ ભઠ્ઠા, તથા અન્ય સ્થળે કામ કરતા શ્રમિકોને હીટવેવથી નુકસન ના થાય તે માટે તકેદારીનાં પગલાં લેવા જણાવામાં આવ્યું છે. તેમજ આ સીઝનમાં લૂ ના લાગે તે માટે બપોરનાં 1 થી 4 સુધીનાં સમયગાળા દરમ્યાન શક્ય હોય તો કામગીરી ના કરવામાં જણાવ્યું છે. બીજી તરફ ખાસ કરીને જે લોકો ખુલ્લામાં કામ કરતાં હોય કે જ્યાં સુર્યનાં કીરણોની સીધી અસર થતી હોય તેવા સ્થળે કામ ના કરવા સૂચન કરવામાં આવ્યું છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો: AAPનો માસ્ટરસ્ટ્રોક, સાતમી યાદી સાથે પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો મેદાનમાં!






