Home International Government Will Decide Mechanism For Verifying Childs Age For Social Media Account

સરકારનો મહત્વનો નિર્ણય : બાળકોના સોશિયલ મીડિયા પર લાગશે લગામ, સરકાર આવી રીતે વેરિફાય કરશે ઉંમર..

સરકારનો મહત્વનો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2025, 03:30 AM IST

જલદી જ બાળકોને સોશિયલ મીડિયા અકાઉન્ટ ખોલવા માટે માતા-પિતાની સહમતિ લેવી પડી શકે છે. હવે સરકારે જણાવ્યું છે કે, તે બાળકોની ઉંમર વેરિફાઈ કરવા માટે આઈડી ટેક્નિઝમની મદદ લઈ શકે છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે તાજેતરમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP) નિયમો માટેના ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા. હવે આ અંગે લોકોનો અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ નિયમોમાં કહેવામાં આવ્યું છે કે કાયદો બન્યા બાદ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડશે.

આ છે સમાધાન

કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સરકાર પાસે તેનો રસ્તો છે. આજના સમયમાં સરકાર પાસે બાળકોની ઉંમરનું વેરિફિકેશન કરવાનું સમાધાન છે.આજે દેશમાં આધાર, પેમેન્ટ સિસ્ટમ અને ડિજિટાઈઝેશન સહિતનો સારો ડિજિટલ સિસ્ટમ મજબૂત છે, જે અનેક અમીર દેશો કરતા સારો છે. તેમણે જણાવ્યું કે વર્ચ્યુઅલ ટોકનના માધ્યમથી બાળકોની ઉંમર વેરિફાઈ કરવામાં આવશે.આ અંતર્ગત ઓનલાઈન સાઈટોએ યુઝરના આઈડીનું ટોકન સ્વીકારવું પડશે. આ રીતે, આ સાઇટ્સ ID નો સંપૂર્ણ રેકોર્ડ જોઈ શકશે નહીં અને વપરાશકર્તાઓની માહિતી સુરક્ષિત રહેશે. વૈષ્ણવે એમ પણ કહ્યું કે કંપનીઓને આ ટોકનનો ઉપયોગ કર્યા પછી તેને કાઢી નાખવા માટે કહેવામાં આવશે.

કાયદાનો ઉલ્લંઘન કરશો તો?
નવા કાયદાના નિયમોના ઉલ્લંઘન પર ભારે દંડનું પ્રાવધાન છે. જો કોઈ સોશિયલ મીડિયા કંપની માતા-પિતાની સહમતિ વિના 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું ખાતું ખોલી દે છે અને ફરિયાદ કરવા પર તેની સામે કડક કાર્યવાહી થશે.દોષિત સાબિત થાય છે તો તેના પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ