દેશના કરોડો ખેડૂતો માટે એક મોટી ખુશખબર છે. કેન્દ્ર સરકાર એક મોડેલ પર કામ કરી રહી છે જે કૃષિ ઉત્પાદનોની ખરીદી તેમજ વેચાણમાં વચેટિયાઓની ભૂમિકાને ખતમ કરશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે સરકાર ખેડૂતોને તેમની ઉપજ ગ્રાહકોને સીધી વેચવાની મંજૂરી આપવા માટે એક મોડેલ પર કામ કરી રહી છે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ થશે. પુસા કેમ્પસમાં ગણતંત્ર દિવસની પરેડ પછી લગભગ 400 ખેડૂતો સાથે વાતચીત કરતાં ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'ફાર્મ ટુ ગ્રાહક' મોડલ ખેડૂતોને મહત્તમ લાભ મેળવવામાં મદદ કરશે. તેમણે કહ્યું, “કૃષિ, ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને ખેડૂતો તેની આત્મા છે. ખેડૂતો વગર ભારત સમૃદ્ધ થઈ શકે તેમ નથી. કૃષિ રાજ્યનો વિષય હોવા છતાં, કેન્દ્ર સરકાર ખેડૂતોને વ્યાપક સહાય પૂરી પાડશે." વધુમાં ચૌહાણે જણાવ્યું હતું કે, “ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોનું યોગદાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો પણ તમને સહકાર આપશે.
શું ભાવ ઘટશે?
ખેડૂતો પાસેથી ઉપજો ખરીદવામાં વચેટિયાઓ મોટી ભૂમિકા ભજવે છે અને તેથી ગ્રાહકોને ઘઉં અને અન્ય અનાજ ઊંચા ભાવે મળે છે. જો વચેટિયાઓની ભૂમિકા ખતમ થાય તો તેની અસર અનાજના ભાવ પર જોવા મળી શકે છે, તેથી શક્યતા છે કે બજારમાં જે ઘઉં 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે તે ગ્રાહકોને 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી શકે.
આવતીકાલે PM-Kisan યોજનાનો 23મો હપ્તો રિલીઝ થશે: ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને મળશે રૂ.1,025 કરોડથી વધુની સહાય






