Home Gujarat Gopal Italia Made Serious Allegations Against Narmada Police Also Appealed To Lawyers

''પોલીસે પોતાની સત્તાની ઉપરવટ જઈને ગેરકાયદેસરનું કાર્ય કર્યું'' : ગોપાલ ઈટાલિયાએ નર્મદા પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ, વકીલોને પણ કરી અપીલ

''પોલીસે પોતાની સત્તાની ઉપરવટ જઈને ગેરકાયદેસરનું કાર્ય કર્યું''
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 10:18 AM IST

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલી બબાલ બાદ ચૈતર વસાવાને ગઈકાલે કોર્ટમાં રજૂ કરાયા હતા, તે દરમિયાન કોર્ટ આગળ ગોપાલ ઈટાલિયા પહોંચ્યા હતા, જે મામલે તેમણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ગોપાલ ઈટાલિયાએ હવે નર્મદા પોલીસ સામે બાયો ચડાવી છે.
નર્મદા પોલીસ પર ગોપાલ ઈટાલિયાના આક્ષેપ
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ''હું એડવોકેટ ગોપાલ ઈટાલિયા, ગઈકાલની ઘટના આખા ગુજરાતે જોઈ છે અને ગઈકાલ હું જ્યારે રાજપીપળા જઈ રહ્યાં હતો ત્યારે સૌ પ્રથમ તો હું રાજપીપળાની હદમાં ગયો ત્યારે મને ફોર વ્હીલર કાળા કાચવાળી ગાડીમાંથી બે પોલીસ અધિકારીઓ ઉતર્યા અને મને કહ્યું કે, તમને રોકવાની સૂચના છે, જે બાદ ચર્ચા કરી અને અંતે ચર્ચા બાદ મને નર્મદાની હદમાં જવા દીધો, પરંતુ જ્યારે હું રાજપીપળાની અદાલતે ગયો ત્યારે મને ત્યાં હાજર પોલીસ અધિકારીએ અંદર જવા દીધો નહીં''. વધુમાં કહ્યું કે, ''અદાલતના ગેટ આગાળ હાજર પોલીસ અધિકારીએ મને ચહેરા, નામની ઓળખે છે કે, તે કોણ છે છતા પણ મને રોકવાનો ગેર કાયદે કૃત્યું કર્યું છે. ત્યારે મેં ઘણી આજીજી પણ કરી છે, કે કોર્ટમાં વકીલ ગમે ત્યારે જઈ શકે છે અને વકીલ કોર્ટ ઓફિસર તરીકે ગમે ત્યારે કોર્ટમાં જઈ શકે છે, મને તો રોક્યો પરંતુ બીજા વકીલને પણ રોક્યા અને તેમે તો દંડવત પ્રણામ કર્યા ત્યારે તેમને કોર્ટમાં જવા દીધા હતા''
''પોલીસે પોતાની સત્તાની ઉપરવટ જઈને ગેરકાયદેસરનું કાર્ય કરેલ છે''
ઈટાલિયાએ કહ્યું કે, ''ગઈકાલે રાજપીપળા જિલ્લા અદાલતની બહાર નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે અને ગેરબંધારણીય રીતે સત્તાનો દુરુપયોગ કરીને મને અદાલતની અંદર જતા રોકવામાં આવ્યો હતો. એક એડવોકેટ તરીકે મને અદાલતની અંદર જવાનો અધિકાર મળેલો છે. મારા અસીલ વતી કોર્ટમાં હાજર રહેવાનો અને કોઈપણ દલીલ કરવાનો મને અધિકાર મળેલો છે. ગમે તેવો ગંભીર પ્રશ્ન હોય તો પણ પોલીસ મને કોર્ટમાં જતા રોકી શકે નહીં એમ જાણવા છતાં પણ પોલીસે પોતાની સત્તાની ઉપરવટ જઈને ગેરકાયદેસરનું કાર્ય કરેલ છે. એડવોકેટને અદાલતમાં પ્રવેશવા ન દેવા બાબતે મેં અલગ અલગ ચાર ઓથોરિટીને મારી લેખિત ફરિયાદ આપી છે''
તમામ તાલુકાઓ અને જિલ્લાઓના વકીલોને ઈટાલિયાએ કરી અપીલ
તેમણે કહ્યું કે, ''આ સમગ્ર ઘટનાની સૌથી પહેલા મેં પોતે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનનો (GHAA) સભ્ય હોવાના નાતે મેં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનને લેખિત ફરિયાદ કરેલ છે તેમજ ગુજરાત રાજ્યના પોલીસ વડાને લેખિત ફરિયાદ કરેલ છે, સાથે ગુજરાત રાજ્યના તમામ વકીલોની સંસ્થા એવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ લેખિત ફરિયાદ કરવાનો છું, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પણ લેખિતમાં ફરિયાદ કરવાનો છું. સત્તાના અહંકારમાં પોલીસની આવા પ્રકારની ગેરકાયદેસરની તાનાશાહી પ્રવૃત્તિ વિશે ગુજરાતની વિધાનસભામાં પણ હું રજૂઆત કરવાનો છું'' વધુમાં કહ્યું કે, ''ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લાઓના બાર એસોસિએશનને જો ગઈકાલની ઘટના અયોગ્ય લાગી હોય તો પોતાનો વિરોધ નોંધાવે એવી અપેક્ષા છે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now