Home Gujarat Gopal Italia Kanti Amrutiya Mla Bjp Aap Congress Politics Gandhinagar

ઈટાલિયાની રાહમાં વિધાનસભાના પગથિયે બેઠાં અમૃતિયા : ગાંધીનગરમાં AAP અને ભાજપના ધારાસભ્ય વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા, ફરી ચૂંટણી કરવી પડે તો કોના બાપની દિવાળી?

ઈટાલિયાની રાહમાં વિધાનસભાના પગથિયે બેઠાં અમૃતિયા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 07:46 AM IST

Gujarat Politics: હાલ પાટનગર ગાંધીનગર ખાતે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. વગર ટિકિટે પિક્ચર બતાવતા હોય એમ બે ધારાસભ્યોએ ચેલેન્જ ગેમ રમીને રાજકીય સ્ટંટ ઉભો કરી રહ્યાં હોય તેવા ઘાટ ઘડાયા છે. એક તરફ છે મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તો બીજી તરફ છે વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા. અમૃતિયાએ ઈટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી તો ઈટાલિયાએ ચેલેન્જ કબૂલ કરીને ભાજપના ધારાસભ્યને MLA પદેથી રાજીનામું આપી વિધાનસભા ચૂંટણી ફરી લડવાની વાત કરી.

હાલ આ ચેલેન્જ અંતર્ગત મોરબથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે ગાડીઓના કાફલા લઈને ગાંધીનગર પહોંચ્યાં છે. ગાંધીનગર પહોંચીને કાંતિ અમૃતિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છેકે, હું વિધાનસભાના પગથિયે આવીને બેઠું છું અને અહીં ગોપાલ ઈટાલિયાની રાહ જોવું છું. હું જોવું છુંકે, ગોપાલ ઈટાલિયા ક્યારે વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપે છે.

આમ, ગાંધીનગરમાં ઈટાલિયા વર્સિસ અમૃતિયાની લડાઈને પગલે હાઈવોલ્ટેજ પોટિકિલ ડ્રામા ઉભો થયો છે. કોઈ ફિલ્મના સીનની જેમ એક ધારાસભ્ય ગાડીઓના કાફલા સાથે સમર્થકોને લઈને ત્યાં આવીને વિધાનસભાના પગથિયે બેસીને બીજા ધારાસભ્યના રાજીનામું આપવાની રાહ જોવે છે. ગુજરાતના ઈતિહાસમાં ચૂંટાયેલાં પ્રતિનિધિઓ દ્વારા આ પ્રકારની રાજીનામાં વાળી ચેલેન્જ ગેમ પહેલીવાર જોવા મળી રહી છે.

આ પરિસ્થિતિમાં પાટનગરમાં કોઈપણ જાતની અરાજકતા ન સર્જાય તેને કારણે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આ મામલે સતત વોચ રાખવા સુચના અપાઈ છે. ત્યારે સવાલ એ પણ થાય છેકે, જો બન્ને રાજીનામું આપે અને ફરીથી ચૂંટણી કરવી પડે તો નુકસાન કોનું? ભાજપ હોય કે આમ આદમી પાર્ટી નેતાઓ દ્વારા તો રાજકારણ રમાતું રહેશે. પણ જે પ્રજાએ તમને ચૂંટણીને મોકલ્યાં છે એમનો શું વાંક છે?

મોટા ઉપાડે રાજીનામાં આપવીની ચેલેન્જ ઉપાડીને ફરતા બન્ને પાર્ટીના ધારાસભ્યો સામે સવાલ એ પણ થાય છેકે, શું તમે રાજીનામાંની ચેલેન્જ ગેમ શરૂ કરતા પહેલાં તમને ચૂંટીને લાવનારા તમારા મતદારોને પૂછ્યું હતું? ચૂંટણી થશે તો સામાન્ય માણસના ટેક્સમાંથી તેનો ખર્ચો ભરપાઈ કરવામાં આવશે. તો ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સ્ટંટબાજી વાળી રાજીનામાની ચેલેન્જ ગેમમાં આખરે કોના બાપની દિવાળી છે? એક તરફ મતદારો પરેશાન છે, વર્ષોથી વિસ્તારના કામો થતા નથી અને બીજી તરફ ચૂંટાયેલાં ધારાસભ્યો ચૂંટણી પુરી થતાં વિસ્તારના કામ કરવાને બદલે રાજીનામાંના સ્ટંટ કરીને પોલિટિકલ માઈલેજ ઉભું કરવા સીન સપાટા કરતા જોવા મળી રહ્યાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now