Home International Google Map Caused Mishap For Assam Police

ગૂગલ મેપની ગરબડ : આસામની જગ્યાએ નાગાલેન્ડ પહોંચી ગઈ પોલીસ, ગૂગલ મેપના કારણે થઈ મોટી ગરબડ

ગૂગલ મેપની ગરબડ
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2025, 01:20 PM IST

ગૂગલ મેપના સહારે રસ્તો શોધનારા લોકો માટે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ગૂગલ મેપની ગરબડે આસામમાં દરોડા પાડવા માટે જઈ રહેલી એક ટીમને નાગાલેન્ડ પહોંચાડી દીધી. એમાં પણ એવું થયું કે, મોટાભાગના પોલીસ કર્મચારીઓ સાદા ગણવેશમાં હતા. અને તેમની પાસે હથિયારો હતા, એટલે સ્થાનિકોએ તેમને બદમાશ સમજી લીધા અને તેમના પર હુમલો કરીને બંધક બનાવી લીધા. આસામ પોલીસની 16 સભ્યોની ટીમ સાથે આ ઘટના બની. તેઓ ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવતા રસ્તાને ફૉલો કરી રહ્યા હતા.

પોલીસની ટીમ અજાણ્યામાં જ નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ. આ દરમિયાન સ્થાનિકોએ તેમના પર હુમલો કર્યો અને આખી રાત બંધક બનાવીને રાખ્યા. ન્યૂઝ એજન્સીના પ્રમાણે, અસમ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, મંગળવાર રાત્રે એ સમયે થઈ જ્યારે જોરહટ જિલ્લાની પોલીસની એક ટીમ એક આરોપીને પકડવા માટે દરોડા પાડી રહ્યા હતા.સ્થાનિકોએ તેમને બદમાશ સમજીને પકડીને રાખ્યા હતા.ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો.

નાગાલેન્ડમાં પ્રતિકૂળ પરિસ્થિતિ વિશે માહિતી મળતાં, જોરહાટ પોલીસે તરત જ મોકોકચુંગના પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો,જેમણે પોલીસ કર્મચારીઓને બચાવવા માટે એક ટીમ મોકલી અને તમામને બચાવ્યા. ત્યારે સ્થાનિક લોકોને ખબર પડી કે આ આસામથી આવેલી અસલી પોલીસ છે અને તેમણે ઘાયલ વ્યક્તિ સાથેના પાંચ સભ્યોને છોડી દીધા. જો કે, તેમણે 11 લોકોને આખી રાત બંધક બનાવીને રાખ્યા સવારે તેમને છોડાવવામાં આવ્યા અને બાદમાં તેઓ જોરહાટ પહોંચ્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ