Home Tech/Gadgets Google Add Insert Button In Gmail For Gemini Ai

Gmail: ગૂગલે એપમાં ઉમેર્યું ઈન્સર્ટ બટન : હવે Gmail માટે Gemini AIનો થશે વધુ ઉપયોગ

Gmail: ગૂગલે એપમાં ઉમેર્યું ઈન્સર્ટ બટન
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2025, 10:08 AM IST

Gmailના એન્ડ્રોઈડ વર્ઝનમાં હવે Gemini આસિસ્ટન્ટમાટે નવું 'ઈન્સર્ટ' બટન એડ  કરવામાં આવ્યું છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ફીચર ગત વર્ષથી Gmailના વેબ વર્ઝનમાં ઉપલબ્ધ હતું, પરંતુ અત્યાર સુધી એન્ડ્રોઈડ એપમાં નહોતું.મળતાં રિપોર્ટ અનુસાર, આ ફીચર હવે તમામ એન્ડ્રોઇડ ડિવાઈસ પર રોલઆઉટ કરવામાં આવ્યું છે. નવેમ્બર 2024માં Gemini આસિસ્ટન્ટમાં ગૂગલ કેલેન્ડર સપોર્ટ એડ કર્યા પછી આ અપડેટ આવી છે. મહત્વનું છે કે આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, કરસ્ટર્મ્સે Geminiએડવાન્સ્ડ સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે.

Gmailની એન્ડ્રોઇડ એપમાં Geminiનું નવું ફીચર

અત્યાર સુધી, Gmailની એન્ડ્રોઇડ એપમાં Geminiનો ઉપયોગ કરતા યુઝર્સ ઈમેલનો જવાબ આપવા માટે AI ચેટબોટનો ઉપયોગ કરી શક્તા હતા, અનેGeminiએ સૂચિત કરેલા જવાબો ઈમેલ ડ્રાફ્ટમાં જાતે જ ઉમેરવા પડતા હતા. યુઝર્સે Gemini ઈન્ટરફેસમાંથી ટેક્સ્ટ કોપી કરીને તેને ઈમેઈલ ડ્રાફ્ટમાં પેસ્ટ કરતા હતા અથવા રિપ્લાય જાતે ટાઈપ કરતા હતા. આ બંને કિસ્સાઓમાં, પ્રક્રિયા થોડી અઘરી હતી અને તેથી જવાબ સૂચન સુવિધાનો ઉપયોગ મર્યાદિત હતો. આ સમસ્યા Gmailના વેબ વર્ઝનમાં નહોતી, જ્યાં યુઝર્સને ગયા વર્ષથી 'ઈન્સર્ટ' બટનનો ઍક્સેસ મળ્યો છે, પરંતુ હવે, એન્ડ્રોઈડ ઓથોરિટીના અહેવાલ મુજબ, 'ઈન્સર્ટ' બટન આખરે Gmailનાની એન્ડ્રોઈડ એપમાં પણ ઉમેરવામાં આવી રહ્યું છે. આ અપડેટ Gmailના એન્ડ્રોઈડ વર્ઝન 2025.01.05.715468168માંઉમેરવામાં આવ્યું છે.

નવું ઇન્સર્ટટૂલ Gmail આસિસ્ટન્ટના સજેસ્ટ આન્સરફીચરનો એક ભાગ છે. Google દ્વારા તૈયાર કરાયેલા આ AI પ્લેટફોર્મ, ઈમેલનો સારાંશ આપી શકે છે, જૂના ઈમેલમાંથી માહિતી શોધી શકે છે અને Google કેલેન્ડરમાં ઈવેન્ટ પણ ઉમેરી શકે છે. ગૂગલ કેલેન્ડર સાથે આ ઈન્ટિગ્રેશન ગયા વર્ષના અંતમાં રોલઆઉટ કરવામાં આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now