Home National-International Goodnews Amid Lpg Shortage A Large Consignment Of Gas Is Coming To India Crisis Over

LPG અછત વચ્ચે આવ્યા સૌથી મોટા ખુશખબર... : ભારત આવી રહ્યો છે ગેસનો મોટો જથ્થો, સંકટનો આવશે અંત!

LPG અછત વચ્ચે આવ્યા સૌથી મોટા ખુશખબર...
Published by: OBS Bureau
| Last Updated: Mar 11, 2026, 01:23 PM IST

Two LNG cargoes headed to India, lng supply to india: હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) સિવાય ભારત હવે અન્ય માર્ગો દ્વારા પણ તેલ અને ગેસની આયાત કરી રહ્યું છે. બુધવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે, કાચા તેલનો 75% હિસ્સો હવે હોર્મુઝ સિવાયના અલગ રસ્તાઓથી આવી રહ્યો છે.

દેશમાં LPGની અછત વચ્ચે સરકાર તરફથી એક મોટી માહિતી સામે આવી છે. ગેસની અછતની આશંકાઓ વચ્ચે એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, નેચરલ ગેસ (LNG) ના બે મોટા કાર્ગો ભારત તરફ આવી રહ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે કાચા તેલનો પુરવઠો સુરક્ષિત છે. તેમણે ઉમેર્યું કે, "આજે ઉપલબ્ધ જથ્થો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સામાન્ય રીતે આવતા જથ્થા કરતા વધુ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) અલગ-અલગ દેશોમાંથી કાચા તેલના કાર્ગો મંગાવી રહી છે. અગાઉ આ પ્રમાણ 55% હતું, જે હવે વધીને 75% થઈ ગયું છે, જે હોર્મુઝ સિવાયના અન્ય માર્ગોથી આવી રહ્યું છે."

બુકિંગમાં ઉતાવળ ન કરવી જોઈએ

દેશમાં LPG બુકિંગને લઈને મચેલી અફરાતફરી વચ્ચે અધિકારીએ સ્પષ્ટતા કરી કે, "ઘરેલું LPGની આપણી સામાન્ય ડિલિવરી પ્રક્રિયા માત્ર 2.5 દિવસની જ હોય છે. ગ્રાહકોએ સિલિન્ડર બુક કરવા માટે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી." સરકાર ઉર્જા પુરવઠા પર સતત નજર રાખી રહી છે અને વૈશ્વિક સંકટ વચ્ચે ખાસ પગલાં ભરી રહી છે.

100% થી વધુ ક્ષમતા પર કાર્યરત રિફાઇનરીઓ

અધિકારીએ જણાવ્યું કે આપણી રિફાઇનરીઓ તેમની મહત્તમ ક્ષમતા પર કામ કરી રહી છે, કેટલીક તો 100% થી પણ વધુ ક્ષમતા પર ચાલી રહી છે. ગેસનો કુલ વપરાશ પ્રતિ દિવસ 189 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) છે, જેમાંથી 97.5 મિલિયન SCM ઉત્પાદન સ્થાનિક સ્તરે થાય છે અને બાકીની આયાત કરવામાં આવે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે પ્રતિ દિવસ 47.4 મિલિયન SCM પુરવઠાને અસર થઈ છે.

LPG ઉત્પાદનમાં 25% નો ઉછાળો

પુરવઠો પૂરો કરવા માટે વૈકલ્પિક માર્ગોથી ખરીદી પ્રક્રિયા ચાલુ છે. ભારત પોતાની જરૂરિયાતનો 60% ભાગ આયાત કરે છે, જેમાંથી 90% આયાત હોર્મુઝના માર્ગે થાય છે. જોકે, સરકાર દ્વારા ઉત્પાદન વધારવા માટે લેવાયેલા પગલાં બાદ સ્થાનિક LPG ઉત્પાદનમાં 25% નો વધારો થયો છે, જે સ્થાનિક ગ્રાહકોને પૂરો પાડવામાં આવશે.

કિંમતોને નિયંત્રિત કરવાના પ્રયાસો

અધિકારીએ જણાવ્યું કે દિલ્હીમાં આજે ઘરેલું LPG ની કિંમત 913 રૂપિયા છે. જો સરકારનો હસ્તક્ષેપ ન હોત, તો આ કિંમતો ઘણી વધારે હોત. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે ભારતનો 30% ગેસ પુરવઠો ખોરવાયા પછી, તેલ મંત્રાલયે અનેક પગલાં લીધાં છે, જેના કારણે LPG ની કિંમતો સ્થિર રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઓમ બિરલા જ રહેશે લોકસભા સ્પીકર: ગૃહમાં ધ્વનિ મતથી ફગાવવામાં આવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ

ઓમ બિરલા જ રહેશે લોકસભા સ્પીકર

સાવધાન! આજે થશે NASA Satellite Crash?: જાણો ક્યાં પડશે ભંગાર અને શું છે જોખમ?

સાવધાન! આજે થશે NASA Satellite Crash?

ગુજરાત આવી રહેલા થાઈ કાર્ગો શિપ પર હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલો: આગ લાગ્યા બાદ 20 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ, 3 હજુ પણ ગુમ

ગુજરાત આવી રહેલા થાઈ કાર્ગો શિપ પર હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલો

'મમ્મી છેલ્લી વાર જોઈ લો, કદાચ ફરી...',: યુદ્ધ વચ્ચે 169 ભારતીયોને બચાવનાર મહિલા પાયલટની ચોંકાવનારી કહાની

'મમ્મી છેલ્લી વાર જોઈ લો, કદાચ ફરી...',

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

સ્પીકર સામેના 'અવિશ્વાસ પ્રસ્તાવ' પર અમિત શાહ: "આ લોકશાહીનું અપમાન છે, તેમની નિષ્ઠા પર સવાલ ન ઉઠાવી શકાય"

સ્પીકર સામેના 'અવિશ્વાસ પ્રસ્તાવ' પર અમિત શાહ

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો: એક ભારતીય સહિત 4 ઘાયલ; હવે ગૂગલ-એમેઝોન જેવી ટેક ઓફિસો નિશાના પર!

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો
Play Video

દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટે આપી ઇચ્છામૃત્યુની પરવાનગી: 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાને મળી મોતની મંજૂરી! ચુકાદો સંભળાવતા ભાવુક થયા જસ્ટિસ પારડીવાલા

દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટે આપી ઇચ્છામૃત્યુની પરવાનગી

US માં ઓઇલ રિફાઇનરી લગાવશે Reliance: US ઉર્જા ક્ષેત્રમાં ભારતનો મોટો દબદબો!, ટ્રમ્પે પોસ્ટ શેર કરી માન્યો આભાર

US માં ઓઇલ રિફાઇનરી લગાવશે Reliance
Play Video

અમેરિકાનો પ્રચંડ હુમલો: હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની 'સમુદ્રી સુરંગ' અને 16 જહાજોને કર્યા ધ્વસ્ત

અમેરિકાનો પ્રચંડ હુમલો

LPG સિલિન્ડરની અછતને પહોંચી વળવા સરકારનો એક્શન પ્લાન!: ESMA લાગુ અને નવા 6 મોટા નિયમો જાહેર

LPG સિલિન્ડરની અછતને પહોંચી વળવા સરકારનો એક્શન પ્લાન!

Israel-Iran War; ઇઝરાયલ-ઈરાનની લડાઈમાં કોણ ફાવી જશે?: બે દેશો વચ્ચેના વિનાશક યુદ્ધથી આ ત્રીજા દેશને થઈ રહ્યો છે સૌથી મોટો ફાયદો

Israel-Iran War; ઇઝરાયલ-ઈરાનની લડાઈમાં કોણ ફાવી જશે?

માર્ચમાં જ પરસેવે રેબઝેબ થવા તૈયાર થઈ જાવ: રાજસ્થાનમાં પારો 40°C ને પાર, બિહારમાં વરસાદનું એલર્ટ; જાણો તમારા રાજ્યની સ્થિતિ

માર્ચમાં જ પરસેવે રેબઝેબ થવા તૈયાર થઈ જાવ

ઈરાન-ઈઝરાયેલ જંગનો 12મો દિવસ: 1300ના મોત અને 8000 ઘર તબાહ, તેલ અવીવ પર મિસાઈલ વર્ષા

ઈરાન-ઈઝરાયેલ જંગનો 12મો દિવસ

આજે 11 માર્ચ: સંભાજી મહારાજની પુણ્યતિથિ, જાણો મહત્વપૂર્ણ ઘટનાઓ

આજે 11 માર્ચ

ગેસની અછત સર્જાય તો સૌથી પહેલા કોને મળશે સિલિન્ડર?: ભારત સરકારની પ્રાયોરિટી લિસ્ટમાં જાણો તમારો નંબર

ગેસની અછત સર્જાય તો સૌથી પહેલા કોને મળશે સિલિન્ડર?

કેન્દ્રીય નિર્દેશોને પગલે રિફાઇનરીઓએ LPG ઉત્પાદન વધાર્યું: ઉત્પાદનમાં 10% વધારો; ઔદ્યોગિક પુરવઠામાં ઘટાડો

કેન્દ્રીય નિર્દેશોને પગલે રિફાઇનરીઓએ LPG ઉત્પાદન વધાર્યું

પડોશી દેશોમાં ઈંધણનો હાહાકાર: પાકિસ્તાન-ચીનમાં પેટ્રોલના ભાવ આસમાને, બાંગ્લાદેશમાં શરૂ થયું રેશનિંગ

પડોશી દેશોમાં ઈંધણનો હાહાકાર

ફરી પાકિસ્તાન ઉંધા માથે પટકાયું!: ઓપરેશન સિંદૂરમાં જે એરબેઝ ભારતે કર્યું હતું તબાહ, તેને ફરીથી બનાવવામાં પાક નિષ્ફળ; ફરી તોડી પાડ્યું!

ફરી પાકિસ્તાન ઉંધા માથે પટકાયું!