Home International Good News Upsrtc Da Hike Upsrtc Employees 7th Pay Commission Government Employees

સરકારી કર્મચારીઓને જલસા : 16000 થી વધુ કર્મચારીઓને મળશે 25 લાખ રૂપિયા, જાણો કોને મળશે લાભ

સરકારી કર્મચારીઓને જલસા
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2024, 03:51 AM IST

DA Hike: જો તમે એક સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે પણ હોઈ શકે છે. સરકારે પોતાના કર્મચારીઓ માટે તિજોરી ખોલી દીધી છે. વધતી મોંઘવારીમાં સરકારી કર્મચારીઓને કોઈ તકલીફ ના પડે તે આશયથી સરકારે ખુબ મોટી જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા અંદાજે 16000 કરતા વધારે કર્મચારીઓ માટે સૌથી મોટી ખુશખબર છે. સરકારે 8 ટકાના વધારા સાથે મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી દીધી છે. જેને કારણે હાલ તો સરકારી કર્મચારીઓને જલસા પડી ગયા છે.


વધતી મોંઘવારીના કારણે પરેશાન ઉત્તર પ્રદેશના રોડવેજ કર્મચારીઓને પરિવહન નિગમ તરફથી રાહત આપવામાં આવી છે. જી હા.. ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (UPSRTC) એ રકાયમી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે. અત્યાર સુધી UPSRTC કર્મચારીઓને 38 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું. પરંતુ આ વધારા બાદ તે વધીને 46 ટકા થઈ ગયું છે.


વાહનવ્યવહાર મંત્રી દયાશંકર સિંહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પરિવહન નિગમમાં કામ કરતા 15,843 નિયમિત કર્મચારીઓને લાભ મળશે. આ મોંઘવારી ભથ્થાના વધારાથી UPSRTC પર રૂ.5 કરોડનો વધારાનો બોજ પડશે. તેમણે કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા 4 ટકા મોંઘવારી ભથ્થાને મંજૂરી આપવામાં આવી છે.


મળશે 25 લાખ રૂપિયાઃ

મોંઘવારી ભથ્થામાં 46થી 50 ટકા થવાથી રિટાયર થનાર કર્મચારીઓને ગ્રેચ્યુટી 20 લાખ રૂપિયાની મર્યાદાને બદલે 25 લાખ રૂપિયા સુધી મેળવી શકશે. પરિવહન નિગમના નિયમિત કર્મચારીઓએ મોંઘવારી ભથ્થામાં 8% વધારો કરવાના નિર્ણયને આવકાર્યો છે.






joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શું વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે?
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video