Home Business Good News Petrol And Diesel Prices May Fall The World Is Relying On A Decision Of Opec

GOOD NEWS, ઘટી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ : ઓપેક+ના એક નિર્ણય પર ટકી છે દુનિયા

GOOD NEWS, ઘટી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2025, 06:30 AM IST

વિશ્વભરમાં ક્રૂડ ઓઇલની વધતી માંગને પહોંચી વળવા અને ભાવને સ્થિર રાખવા માટે, OPEC+ જૂથે ઓગસ્ટ 2025થી રોજિંદો તેલ પુરવઠો 5.48 લાખ બેરલ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ, OPECના 8 સભ્ય દેશો ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારો કરશે.

આ પહેલા OPEC+એ મે, જૂન અને જુલાઈ માટે રોજિંદો 4.11 લાખ બેરલ જેટલો વધારો કરવાનો આદેશ આપ્યો હતો. હવે, નવા તબક્કામાં, ઉત્પાદન વધુ કરીને ભાવમાં થોડી નરમાઈ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ભારતને થશે સીધો ફાયદો
ભારત વિશ્વના સૌથી મોટા તેલ આયાતક દેશોમાંનો એક છે અને તેની માંગનો મોટો ભાગ OPEC દેશોમાંથી આયાત થતો હોય છે. નિષ્ણાતો માને છે કે જો ઉત્પાદનમાં વધારો ચાલુ રહ્યો, તો પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવોમાં રાહત મળી શકે છે.

“તેલના ભાવ ઘટશે તો સામાન્ય માણસના ખિસ્સા પર સારો અસરો થશે, જેથી ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે,” એવું વિશ્લેષકોનું માનવું છે.

આ ઉપરાંત, આયાત બિલમાં ઘટાડો થવાથી ભારતની ચલણ સ્થિતિ અને કુલ અર્થવ્યવસ્થાને પણ મોટો ફાયદો થશે.

OPEC અને OPEC+ વિશે જાણો:
OPEC (Organization of the Petroleum Exporting Countries) એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. તેમાં 14 દેશો છે જેમકે:

સાઉદી અરેબિયા
ઇરાન, ઇરાક, કુવૈત
વેનેઝુએલા, લિબિયા
નાઇજીરીયા, UAE, અલ્જેરિયા
અને અન્ય

OPEC+ એ 2016માં રચાયેલ વિસ્તૃત જૂથ છે જેમાં ઉપરના OPEC દેશો ઉપરાંત નીચેના બિન-OPEC દેશોનો સમાવેશ થાય છે:

રશિયા
અઝરબૈજાન
કઝાકિસ્તાન
મલેશિયા
ઓમાન
મેક્સિકો
સુદાન

આ દેશો મિલીને વૈશ્વિક તેલ બજાર પર મોટો પ્રભાવ પાડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now