Home Agriculture Good News For Farmers Prime Minister Kisan Samman Nidhi 22nd Installment May Arrive On This Date In February

ખેડૂતો માટે સારા સમાચાર! : ફેબ્રુઆરીમાં આ તારીખે આવી શકે છે 22મો હપ્તો, બજેટમાં રકમ વધવાની પણ શક્યતા

ખેડૂતો માટે સારા સમાચાર!
Published by: Offbeat Team
| Last Updated: Jan 26, 2026, 07:08 AM IST

ભારતના કરોડો અન્નદાતાઓ માટે ફેબ્રુઆરી મહિનો ખુશીઓની ભેટ લઈને આવી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના આગામી 22મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મહત્વના અપડેટ્સ સામે આવ્યા છે. વર્ષ 2026ના કેન્દ્રીય બજેટ પહેલા અથવા બજેટ સત્ર દરમિયાન સરકાર ખેડૂતોના ખાતામાં રૂ.2,000નો હપ્તો જમા કરાવી શકે છે. એટલું જ નહીં, આ વખતે બજેટમાં વાર્ષિક સહાયની રકમમાં વધારો થવાની પણ પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.

કેન્દ્ર સરકારની આ યોજના અત્યાર સુધી ખેડૂતો માટે આર્થિક કરોડરજ્જુ સાબિત થઈ છે. અત્યાર સુધીમાં 21 હપ્તા સફળતાપૂર્વક ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે, ત્યારે હવે 22મા હપ્તાને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ લાભ મેળવવા માટે સરકારે કેટલાક નવા નિયમો અને વેરિફિકેશન પ્રક્રિયા ફરજિયાત બનાવી છે, જેની જાણકારી દરેક ખેડૂત માટે અનિવાર્ય છે.

1. ક્યારે આવશે 22મો હપ્તો? જાણો સંભવિત તારીખ

સામાન્ય રીતે PM કિસાન યોજનાનો હપ્તો દર ચાર મહિને જારી કરવામાં આવે છે. છેલ્લો 21મો હપ્તો નવેમ્બર 2025માં જારી કરવામાં આવ્યો હતો. ગત વર્ષના ટ્રેન્ડ અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, 8 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી વચ્ચે સરકાર 22મો હપ્તો જારી કરી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ બાદ તરત જ ખેડૂતોને આ આર્થિક ભેટ મળી શકે છે.

2. બજેટ 2026: શું રૂ.6,000 થી વધીને રૂ.9,000 થશે સહાય?

ખેતીના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ખેડૂત સંગઠનો લાંબા સમયથી સહાયની રકમ વધારવાની માંગ કરી રહ્યા છે. અટકળો છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટમાં વાર્ષિક સહાય રૂ.6,000 થી વધારીને રૂ.8,000 અથવા રૂ.9,000 કરવાની જાહેરાત કરી શકે છે. જો આવું થશે, તો ખેડૂતોને દર ચાર મહિને રૂ.2,000ના બદલે રૂ.3,000 નો હપ્તો મળી શકે છે.

3. e-KYC અને 'ફાર્મર આઈડી' (Farmer ID) હવે ફરજિયાત

જો તમે હજુ સુધી e-KYC પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તો તમારો હપ્તો અટકી શકે છે. આ ઉપરાંત, હવે સરકાર યુનિક ફાર્મર આઈડી (11 અંકનો નંબર) પણ ફરજિયાત બનાવી રહી છે.

e-KYC કેવી રીતે કરવું? ખેડૂતો pmkisan.gov.in પર જઈને OTP દ્વારા અથવા નજીકના CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક દ્વારા આ પ્રક્રિયા કરી શકે છે.

ફેસ ઓથેન્ટિકેશન: PM Kisan એપ દ્વારા ચહેરો સ્કેન કરીને પણ સરળતાથી KYC થઈ શકે છે.

4. ગુજરાતના ખેડૂતો માટે 'ફાર્મર રજીસ્ટ્રી' (Farmer Registry)

ગુજરાત ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લે. આ માટે ખેડૂતો જાતે gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને અથવા ગ્રામ પંચાયતમાં VCE મારફતે નોંધણી કરાવી શકે છે. જે ખેડૂતોની નોંધણી બાકી હશે તેમને 22મા હપ્તામાં મુશ્કેલી પડી શકે છે.

5. જો હપ્તો ન આવે તો ક્યાં સંપર્ક કરવો?

ઘણીવાર ટેકનિકલ ખામી અથવા આધાર લિંકિંગના અભાવે પૈસા અટકી જતા હોય છે. આવા સમયે ખેડૂતો નીચેના હેલ્પલાઇન નંબર પર મદદ માંગી શકે છે:

પીએમ કિસાન હેલ્પલાઇન: 155261 / 1800115526

લેન્ડલાઇન નંબર: 011-23381092

ઈમેલ આઈડી: [email protected]

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે: ગુજરાતના દરેક ખેડૂતો જાણી લેજો કૃષિ વિભાગની આ ગાઈડલાઈન

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!: 40 દિવસમાં જ લાખોની કમાણી! જાણો કેવી રીતે બનશે નફાકારક

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!: પાણી ઓછું, જોખમ નહીં, નફો અનેકગણો! જાણો ખેતીના રહસ્યો અને ટિપ્સ

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

ખેડૂતો માટે સોનાની ખાણ!: કેળાની ખેતીથી લાખો કમાઓ! જાણો ખેતીના ગોલ્ડન રહસ્યો

ખેડૂતો માટે સોનાની ખાણ!

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!: ઘરે બેઠા થશે કમાવવાની ઉત્તમ તક! જાણો કેવી રીતે કરવી ખેતી

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

ખેડૂતો માટે નવી સોનેરી તક!: આ ચમત્કારિક ફળની ખેતી બનાવશે રાતારાત કરોડપતિ! જાણો ખેતી વિશે સંપૂર્ણ માહિતી

ખેડૂતો માટે નવી સોનેરી તક!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

ખેડૂત મિત્રો માટે ખુશખબર!: આજે આવશે PM-Kisanનો 22મો હપ્તો, 9 કરોડથી વધુ ખેડૂતોને મળશે સીધો લાભ

ખેડૂત મિત્રો માટે ખુશખબર!

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો: 10 ગામોની 6550 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી- મંત્રી અર્જુન મોઢવાડિયા

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો

ખેડૂતો માટે સુવર્ણ તક!: માર્ચમાં વાવો શાકભાજીની આ અદ્ભુત જાતો- ઉનાળામાં થશે પૈસાના ઢગલા! જાણો રેકોર્ડ કમાણીનું રહસ્ય!

ખેડૂતો માટે સુવર્ણ તક!

ખેડૂતો માટે જેકપોટ!: મકાઈની આ જાતો બનશે નોટો છાપવાનું મશીન! ટૂંકો સમય, મોટી ઉપજ, જાણો કમાણીનું રહસ્ય

ખેડૂતો માટે જેકપોટ!

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી: વૈજ્ઞાનિક પદ્ધતિથી થશે દુર્લભ બીજનું જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી

ખેડૂતો માટે સોનાની ખાણ!: દૂધીની આ જાતો બનાવશે માલામાલ! જાણો શા માટે ખૂબ ફાયદાકારક

ખેડૂતો માટે સોનાની ખાણ!

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી: યુરિયા-DAP ભાવમાં તીવ્ર ઉછાળો, ખેડૂતોની ચિંતા વધી

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ: લોકભવન ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ

Miracle Man: માત્ર 5 ચોપડી પાસ ‘મિરેકલ મેન’ દિપક પટેલે પશુપાલકોની આવક જબરદસ્ત વધારી દીધી! જાણો કેવી રીતે?

Miracle Man

Gardening Tips: શું તમારા છોડના પાંદડા સુકાય છે? ફૂલ નથી આવતાં? બદલાતા હવામાનમાં બગીચાને આ રીતે રાખો હર્યો-ભર્યો

Gardening Tips