Home Gujarat Gondal Taluka Panchayat Office Fake Documents Statement Of Talati And Tdo Regarding

ગોંડલ તાલુકા પંચાયત કચેરીના નકલી દસ્તાવેજનો મામલો ઉગ્ર! : અધિકારીઓએ તપાસનુ રટણ કર્યું, AAPના કરશન બાપુએ સરકાર પર કર્યા પ્રહાર

ગોંડલ તાલુકા પંચાયત કચેરીના નકલી દસ્તાવેજનો મામલો ઉગ્ર!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jul 19, 2025, 01:19 PM IST

રાજકોટ જિલ્લાના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઊભી કરીને નકલી દસ્તાવેજોનો મામલો સામે આવ્યો. જેમાં સરકારી જમીનના ગેરકાયદે પ્લોટિંગ બતાવી તાલુકા પંચાયતના નકલી હુકમો આપવામાં આવ્યાનો કૌભાંડ સામે આવ્યો છે. અત્રે જણાવીએ કે, સર્વે નંબર 91ની પાંચ એકર જમીનમાં કાગળ ઉપર પ્લોટિંગ કરી ગ્રામજનોને છેતરવાનું કાવતરું કરવામાં આવ્યું હતું. તાલુકાના ત્રાકુડા ગામની સરકારી જમીનની બારોબાર હરરાજી કરી નકલી સનદ વિતરણ કરવામાં આવ્યાની વિગતો સામે આવી હતી જે બાદ ત્રાકુડા ગામના તલાટી કમ મંત્રી, DDOનું નિવેદન સામે આવ્યું છે.


''અત્યાર સુધીમાં બે સર્વે નંબર બિન ખેતી થયા છે''

ગોંડલ ત્રાકુડા ગામના તલાટી કમ મંત્રી ભાવેશ ઉદેશીએ કહ્યું કે, '' ત્રાકુડા ગામનો સર્વે નંબર-91 વર્ષે 2008થી બિનખેતી થયેલ છે, જેનો હુકમ અમારી કચેરીથી મળી આવ્યો છે તેમજ ગામમાં અત્યાર સુધીમાં બે સર્વે નંબર બિન ખેતી થયા છે''. જો કે, આ મામલે ગોંડલ તાલુકા ત્રાકૂડા ગામ સરકારી જમીન બરોબર વેચવાનો મામલે અધિકારીએ તપાસનુ રટણ કર્યું છે .


એક કે બે દિવસમાં તપાસ ટીમ મોકલવામાં આવશે: TDO

આ તાલુકા વિકાસ અધિકારી મીલન ઉકાવાલાએ કહ્યું કે, ''બધા ડોક્યુમેન્ટ લઈને તપાસ કરવામાં આવી રહી છે, તપાસ માટે એક ટીમ મોકલવામાં આવશે ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવશે''.

કલેક્ટર ડો. ઓમ પ્રકાશે શું કહ્યું?

આ સમગ્ર મામલે કલેક્ટર ડો. ઓમ પ્રકાશે કહ્યું કે, ''ગોંડલમાં નકલી કચેરી પકડાઈ હોવાની વિગત સામે આવી હતી તે બિલકુલ ખોટી વાત છે, પૂર્વ તલાટી દ્વારા ખોટી રીતે દસ્તાવેજો બનાવવામાં આવેલા હતા. ત્રાકુડા ગામનો પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાએ કૃત્ય કર્યું છે, 44 પ્લોટ છે જેને લઈને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. ભોગ બનેલા કોઈએ કલેક્ટર તંત્રનો સંપર્ક કર્યો નથી. આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે''


''...સંડોવણી હશે તો છોડવામાં આવશે નહીં''

ગોંડલ તાલુકા ઉપપ્રમુખ ચિરાગ ગોળએ કહ્યું કે, ''જાન્યુઆરી 2023માં લોકો પાસેથી રૂપિયા લઈને તલાટી કમ મંત્રીએ પ્લોટ ફાળવી દીધા હતા. મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ છે, અમારી તાલુકા પંચાયતનો કોઈ જ રેકોર્ડ નથી, તાલુકા પંચાયત ના અધિકારી કે પદાધિકારીઓની સંડોવણી હશે તો છોડવામાં આવશે નહીં, અમારી કચેરીના લેટરપેડ અને સિક્કાનો દૂર ઉપયોગ થયો છે તે બાબતે પણ તપાસ કરવામાં આવશે''


''ડુપ્લીકેટોનો રાફડો ફાટ્યો''

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી મુદ્દે AAP પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકાએ ભાજપ સરકાર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ''વધુ એક નકલી તાલુકા પંચાયત કચેરી મળી, ભાજપ સરકારને શરમ આવે છે? હવે જનતા સવાલ કરી રહી છે કે ભાજપના મંત્રીઓ અસલી છે કે નકલી? સમગ્ર ગુજરાતમાં કલેકટર, ઈડી, સીબીઆઇ, પીએમઓ, સીએમઓ, પોલીસ અને કચેરીઓના ડુપ્લીકેટોનો રાફડો ફાટ્યો છે''.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર