Home Gujarat Gondal Jigisha Patel Attack Case 2 Women Arrested 9 Booked

ગોંડલમાં જીગીશા પટેલ પર હુમલાના મામલે કાર્યવાહી : 2 મહિલા આરોપીની ધરપકડ, 9 સામે ગુનો નોંધાયો

ગોંડલમાં જીગીશા પટેલ પર હુમલાના મામલે કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2026, 12:58 PM IST

ગોંડલમાં જીગીશા પટેલ પર થયેલા હુમલાના મામલે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે 5 મહિલાઓ સહિત કુલ 9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.

મળતી માહિતી મુજબ, જીગીશા પટેલની કાર પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં મુખ્ય બે મહિલા આરોપી — ક્રિષ્ના રાજભાઈ રાવલ તેમજ યોગીતા ઉર્ફે યશ્ચિ ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિંઝુડા — ની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો અનુસાર, હુમલામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને તપાસ ઝડપી ગતિએ આગળ વધી રહી છે.

સમગ્ર કામગીરીમાં એ ડિવિઝન PI એલ.આર. ગોહિલ, PSI એસ.આર. પંડ્યા, ASI પ્રભાતસિંહ પરમાર, ખોડુભા જાડેજા, બંસીબેન પરમાર, HC યુવરાજસિંહ ગોહિલ, વિપુલભાઈ નિમાવત સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને બાકી આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now