Gold-Silver Rate Today: ભારતીય કોમોડિટી માર્કેટ (MCX)માં આજે જે જોવા મળ્યું તે દાયકાઓની સૌથી મોટી હલચલ પૈકીની એક છે. વૈશ્વિક બજારમાં ભૌગોલિક-રાજકીય સમીકરણો બદલાતા જ સોના અને ચાંદીના ભાવમાં આગ ફાટી નીકળી છે. માત્ર એક જ દિવસના ટ્રેડિંગમાં ચાંદીના ભાવમાં રૂ.7,684 અને સોનામાં રૂ.2,429 સુધીનો જંગી વધારો નોંધાતા સામાન્ય મધ્યમ વર્ગ માટે હવે દાગીના ખરીદવા એ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. આ આક્રમક તેજીને કારણે ઝવેરી બજારમાં સન્નાટો પ્રસરી ગયો છે.
ચાંદીમાં 'રેકોર્ડબ્રેક' તેજી: ભાવ રૂ.2.50 લાખને સ્પર્શ્યા
ચાંદીના બજારમાં આજે જે ઉછાળો જોવા મળ્યો છે તેણે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉના બંધ ભાવ રૂ.2,44,316 સામે આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી રૂ.2,49,316 ના સ્તરે પહોંચી હતી. જોકે, તેજી અહીં અટકી ન હતી અને દિવસ દરમિયાન ભાવ વધીને રૂ.2,50,550 સુધી પહોંચી ગયા હતા. એક તબક્કે તો ચાંદીએ રૂ.2,52,000ની હાઈ સપાટીને પણ સ્પર્શ કર્યો હતો. ઉદ્યોગોમાં ચાંદીની વધતી માંગ અને વૈશ્વિક અનિશ્ચિતતાએ ભાવને આ આસમાની ઊંચાઈ પર પહોંચાડ્યા છે.
બેંક હડતાલ એલર્ટ: મેમાં 4 દિવસ સુધી બંધ રહેશે શાખાઓ, ગ્રાહકો પર પડશે અસર
સોનું હવે 'સૌના' હાથમાં નહીં રહે: રૂ.1.51 લાખને પાર
સોનાના ભાવમાં પણ આજે પ્રચંડ વધારો જોવા મળ્યો છે. સોનાનો અગાઉનો બંધ ભાવ રૂ.1,49,753 હતો, જેની સામે આજે સોનું રૂ.1,52,000 ના તોતિંગ ભાવે ઓપન થયું હતું. હાલમાં બજારમાં સોનું રૂ.1,51,818 પર ટ્રેડ કરી રહ્યું છે. લગ્નસરાની મોસમ પૂર્વે સોનાના ભાવમાં આ પ્રકારે રૂ.2,000 થી વધુનો એક દિવસીય ઉછાળો ગ્રાહકોના ખિસ્સા પર મોટો બોજ નાખશે તે નક્કી છે. સોનાએ આજે રૂ.1,52,182ની સર્વોચ્ચ સપાટી બનાવીને નવો ઈતિહાસ રચ્યો છે.
8 માં પગાર પંચ અંગે મોટું અપડેટ: સરકારી કર્મચારીઓની સેલેરીમાં થશે 283% નો વધારો?
બજારમાં આ પ્રચંડ તેજી પાછળના 3 મુખ્ય કારણો
બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક મોટા ફેરફારોને કારણે કિંમતી ધાતુઓમાં આક્રમક લેવાલી નીકળી છે:
અમેરિકાનું વલણ નરમ પડ્યું: અમેરિકાએ તેના મહત્વકાંક્ષી 'ઓપરેશન એપિક ફ્યુરી' ને ખતમ કરવાની જાહેરાત કરી છે, જેનાથી ડોલરના મૂલ્યમાં ફેરફાર થતા તેની સીધી અસર સોના-ચાંદી પર પડી છે.
ટ્રમ્પનો મોટો નિર્ણય: રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'પ્રોજેક્ટ ફ્રીડમ' ને અટકાવી દેતા વૈશ્વિક અનિશ્ચિતતામાં ઘટાડો થયો છે, પરંતુ રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ફરીથી કિંમતી ધાતુઓ તરફ વળ્યા છે.
યુદ્ધ વિરામના સંકેત: ઈરાન સાથેના સંઘર્ષમાં હવે યુદ્ધ વિરામ અને ડીલ થવાના સંકેતો મળી રહ્યા છે. આ ભૌગોલિક-રાજકીય રાહતને કારણે માર્કેટમાં સેન્ટિમેન્ટ મજબૂત થયું છે અને ભાવમાં તેજી આવી છે.
વૈશ્વિક તણાવની શેરબજાર પર સીધી અસર: સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં પણ નબળાઈ; રોકાણકારોમાં ચિંતાનો માહોલ
નાગરિકો પર અસર
સામાન્ય રીતે જ્યારે સોના-ચાંદીના ભાવમાં આટલો મોટો ઉછાળો આવે છે ત્યારે તેની અસર સ્થાનિક રિટેલ માર્કેટ પર પણ જોવા મળે છે. આગામી દિવસોમાં જો આ તેજી યથાવત રહેશે, તો ઘરેણાં બનાવવાના મજૂરી ખર્ચ અને GST સાથે સોનાના દાગીના વધુ મોંઘા પડશે.





