કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનભોગીઓ માટે 8 મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. નેશનલ કાઉન્સિલ (JCM)ના સ્ટાફ સાઈડ દ્વારા સરકાર સમક્ષ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરવામાં આવી છે. આ માંગણી સ્વીકારવામાં આવે તો કર્મચારીઓની મૂળ સેલેરી અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. જોકે આ માંગણી અંતિમ નથી અને સરકારના નિર્ણય પર બધું નિર્ભર રહેશે.
ફિટમેન્ટ ફેક્ટર એટલે હાલની બેઝિક સેલેરીને ગુણાંકથી વધારવાનો માપદંડ. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતો, જ્યારે હવે તેને વધારીને 3.83 કરવાની માંગણી થઈ છે. આ મુજબ હાલની ₹18,000 ની ન્યૂનતમ બેઝિક સેલેરી સીધી ₹68,940 સુધી પહોંચી શકે છે. તે જ રીતે ₹9,000 ની ન્યૂનતમ પેન્શન ₹34,470 સુધી જઈ શકે છે.
કાર નહીં, ઘર નહીં… છતાં કરોડોની સંપત્તિ!: પત્ની પાસે શેર અને મિલકતોનો ભંડાર! જાણો આસામના CM હિમંતા કેટલા અમીર
શું ખરેખર 283% વધારો શક્ય છે?
આ આંકડા મુજબ 283% વધારાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ નિષ્ણાતો આ મુદ્દે સાવચેતી રાખવાની સલાહ આપે છે. અગાઉના અનુભવ મુજબ સરકાર સામાન્ય રીતે કર્મચારીઓની માંગ કરતાં ઓછો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે.
અંદાજ મુજબ સરકાર 1.8 થી 2.86 વચ્ચેનો ફેક્ટર લાગુ કરી શકે છે. જો એવું થાય તો વાસ્તવિક સેલેરી વધારો આશરે 13%થી 35% વચ્ચે રહી શકે છે. એટલે 283% નો વધારો હાલ માત્ર માંગણી છે, હકીકતમાં એટલો મોટો વધારો મળવાની શક્યતા ઓછી છે.
કર્મચારીઓની અન્ય મહત્વપૂર્ણ માંગણીઓ
ફક્ત સેલેરી વધારાની માંગણી જ નહીં, પરંતુ JCM દ્વારા અનેક અન્ય મુદ્દાઓ પણ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ફરી અમલમાં લાવવા, પે લેવલને ઘટાડીને 7 લેવલ સુધી લાવવાની માંગ, હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) 30% સુધી વધારવાની માંગ અને વાર્ષિક ઇન્ક્રિમેન્ટ 3%થી વધારી 6% કરવાની માંગનો સમાવેશ થાય છે.
સાથે જ 30 વર્ષની સેવા દરમિયાન ઓછામાં ઓછા 5 પ્રમોશન મળવાની ગેરંટીની પણ માંગણી કરવામાં આવી છે. આ તમામ મુદ્દાઓ પર સરકારનો અંતિમ નિર્ણય હજુ બાકી છે.
200% રિટર્ન આપનાર ફાર્માસ્યુટિકલ કંપનીએ જાહેર કર્યા બોનસ શેર!: જાણો રેકોર્ડ ડેટ
અમલ ક્યારે થશે?
8મા પગાર પંચની જાહેરાત જાન્યુઆરી 2025 માં કરવામાં આવી હતી અને નવેમ્બર 2025 માં તેનો સત્તાવાર ગઠન કરવામાં આવ્યું હતું. પંચને પોતાની ભલામણો રજૂ કરવા માટે લગભગ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
અંદાજ મુજબ તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે, જોકે વાસ્તવિક અમલ થવામાં થોડો સમય લાગી શકે છે. શક્યતા છે કે કર્મચારીઓને વધારેલી સેલેરી અને પેન્શન 2027ના અંત અથવા 2028ની શરૂઆતથી મળવાનું શરૂ થશે.
મહારત્ન કંપનીના નફામાં 156% નો જંગી વધારો!: રોકાણકારો માટે જાહેર કર્યું ડિવિડન્ડ
પેન્શનર્સને પણ મળશે લાભ
8 મા પગાર પંચની ભલામણોનો લાભ માત્ર સક્રિય કર્મચારીઓને જ નહીં પરંતુ પેન્શનર્સને પણ મળશે. જે ફિટમેન્ટ ફેક્ટર સેલેરી પર લાગુ થશે તે જ પેન્શન પર પણ લાગુ થશે.
સાથે જ, જો ભલામણો પાછળની તારીખથી લાગુ કરવામાં આવશે તો પેન્શનર્સ અને કર્મચારીઓને એરીયર્સ પણ મળવાની શક્યતા છે, જે તેમને વધારાનો આર્થિક લાભ આપશે.





