Home Business Gold Silver Price Fall Us Economic Data Impact Gujarati

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ભૂકંપ : ખરીદનારાઓ માટે સોનેરી તક, જાણો આજનો લેટેસ્ટ રેટ

Gold Silver Price Today
Published by: Viral Patel
Last Updated: Jun 06, 2026, 04:17 AM IST

Gold Silver Price Today: અમેરિકાની દરેક નાની-મોટી હલચલની અસર ગ્લોબલ માર્કેટ પર જોવા મળે છે. અમેરિકી જોબ માર્કેટના મજબૂત આંકડા સામે આવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના દેશમાંથી આ ખુશખબર સામે આવ્યા બાદ સોનાના ભાવને લઈને ચોંકાવનારું અપડેટ આવ્યું છે. ભાવમાં આવેલા આ ઘટાડાથી આખું માર્કેટ હચમચી ગયું છે. અમેરિકી જોબ માર્કેટના આંકડા જાહેર થતાં જ રોકાણકારોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ કારણે કોમેક્સ (COMEX) પર સોનું પ્રતિ ઔંસ 151 ડોલર સુધી તૂટી ગયું હતું. જ્યારે ચાંદીની કિંમતમાં પણ 6 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક બજારમાં અચાનક મચેલી આ અફરાતફરીથી સામાન્ય ગ્રાહકોથી લઈને જ્વેલર્સ સુધીના તમામ લોકો હેરાન છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે આખરે રાતોરાત આટલો મોટો ઘટાડો કેમ આવ્યો? ચાલો જાણીએ સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળનું અસલી કારણ-

સોના-ચાંદીમાં કેમ આવ્યો આટલો મોટો ઘટાડો?

સોના-ચાંદીના ભાવમાં આ સીઝનનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકાના મજબૂત લેબર માર્કેટના આંકડા (રોજગારીના આંકડા) છે. અમેરિકામાં અપેક્ષા કરતાં વધુ સારા આવેલા રોજગારીના આંકડાઓએ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની આશા પર પાણી ફેરવી દીધું છે. ત્યારબાદ કિંમતોમાં મોટો કડાકો જોવા મળ્યો. નિષ્ણાતોને આશા છે કે મજબૂત ઈકોનોમીને જોતાં વ્યાજદરમાં વધારો કરવામાં આવી શકે છે. જેવી જ વ્યાજદર વધવાની આશંકા રોકાણકારોને થઈ, તેમણે સોના અને ચાંદીમાંથી પોતાના પૈસા પાછા ખેંચવાનું શરૂ કરી દીધું. આ વેચવાલીના કારણે કિંમતો નીચે આવી ગઈ.

કોમેક્સ પર સોનું 3% થી વધુ ગગડ્યું

આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટ કોમેક્સ (COMEX) પર સોનું અને ચાંદી બંને ધડામ દઈને નીચે પડ્યા છે. શનિવારે સવારે સોનું 151 ડોલર પ્રતિ ઔંસ ઘટીને 4,353 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું હતું. ચાંદીની હાલત પણ આવી જ રહી અને તે આશરે 6 ડોલર પ્રતિ ઔંસ (8%) ઘટીને 67.99 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. આ આખી સીઝનનો સૌથી મોટો ઈન્ટ્રા-ડે ઘટાડો માનવામાં આવી રહ્યો છે. બજારમાં સોના-ચાંદીના ભાવ ક્રેશ થયા બાદ મોટા-મોટા દિગ્ગજો પણ વિચારવા મજબૂર બન્યા છે કે આગામી દિવસોમાં આ મંદી વધુ ઘેરી બની શકે છે.

શું ખરીદી કરવાનો આ યોગ્ય સમય છે?

પૃથ્વી ફિનમાર્ટના ડિરેક્ટર મનોજ કુમાર જૈનનું કહેવું છે કે, દેશના મધ્યમ વર્ગના પરિવારો માટે સોનું હંમેશા સુરક્ષિત રોકાણનો સૌથી મનપસંદ વિકલ્પ રહ્યો છે. કિંમતોમાં આવેલા આ મોટા ઘટાડાની અસર ભારતીય બજારમાં પણ જોવા મળશે. આ ઘટાડો એવા લોકો માટે ઉત્તમ તક સાબિત થઈ શકે છે જેઓ લગ્ન-પ્રસંગ કે રોકાણ માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. તેમણે એમ પણ ઉમેર્યું કે આ ઘટાડા વચ્ચે ગોલ્ડ ETF (Gold ETF) માં રોકાણ કરવું ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. જોકે, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે બજારમાં હજુ પણ અસ્થિરતા રહી શકે છે, તેથી રોકાણ કરતા પહેલા માર્કેટ ટ્રેન્ડને સમજવો જરૂરી છે.

આગામી સમયમાં કેવું રહેશે વલણ?

આવનારા સમયમાં સોનાના ભાવનું વલણ કેવું રહેશે, તે સંપૂર્ણપણે અમેરિકી ફેડરલ રિઝર્વના નિવેદન અને તેના દ્વારા લેવામાં આવનારા પગલાં પર નિર્ભર કરશે. જો ડોલર ઈન્ડેક્સ અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં મજબૂતાઈ જળવાઈ રહેશે તો સોના અને ચાંદી પર દબાણ વધી શકે છે. જો ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવશે, તો સોના-ચાંદીના ભાવ હજુ પણ વધુ તૂટી શકે છે.

ભારતીય બજારની શું સ્થિતિ છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ભલે ઘટાડો જોવા મળી રહ્યો હોય, પરંતુ શુક્રવારે સાંજે બંધ થયેલા વ્યાપારી સત્રમાં ભારતીય બજારમાં સોનું-ચાંદી તેજી સાથે બંધ થયા હતા. [www.ibjarates.com](https://www.ibjarates.com) પર શુક્રવારે સાંજે જાહેર થયેલા ભાવ અનુસાર:

| સોનાનો પ્રકાર | ભારતીય બજારનો ભાવ (પ્રતિ 10 ગ્રામ) |

સોનાનો પ્રકાર

ભારતીય બજારનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

24 કેરેટ સોનું

₹1,54,238

23 કેરેટ સોનું

₹1,53,620

22 કેરેટ સોનું

₹1,41,282

18 કેરેટ સોનું

₹1,15,679

બીજી તરફ, ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે 4,000 રૂપિયાથી વધુ તૂટીને ₹2,56,908 પ્રતિ કિલો પર બંધ થઈ હતી.

સોના-ચાંદીમાં કેમ આવ્યો મોટો ઘટાડો? (મુખ્ય મુદ્દાઓ)

  • અમેરિકી જોબ માર્કેટના મજબૂત આંકડા આવ્યા બાદ ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું-ચાંદી ધરાશાયી થયા.

  • કોમેક્સ પર સોનું 151 ડોલર તૂટીને 4,353 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું. ચાંદી 6 ડોલર ઘટીને 67.99 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ.

  • અપેક્ષા કરતાં સારા આવેલા અમેરિકી રોજગારીના આંકડાઓએ ફેડ (Fed) તરફથી વ્યાજદરમાં કાપની આશા ખતમ કરી દીધી.

  • આંકડા જોઈને રોકાણકારોમાં સોના-ચાંદીના ભાવ હજુ ઘટવાની આશંકા વધી ગઈ અને તેમણે પ્રોફિટ બુકિંગ કરીને પૈસા નીકાળવાનું શરૂ કર્યું.

  • IBJA પર 24 કેરેટ ગોલ્ડ ₹1,54,238 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું, જ્યારે ચાંદી ₹2,56,908 પ્રતિ કિલો પર પહોંચી ગઈ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now