Home Business Gold Price Today Silver Price Today

સોનાં-ચાંદીમાં તેજી જ તેજી : સોનું 90,000 અને ચાંદી ₹1 લાખ પાર, જાણો ભાવ ક્યાં સુધી જશે?

સોનાં-ચાંદીમાં તેજી જ તેજી
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2025, 02:08 PM IST

સોનાના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. તેમજ, ચાંદીની ચમક પણ વધી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને સ્થાનિક માંગમાં વધારાને કારણે સોનું-ચાંદીમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે.

સોનું ₹253 વધીને ₹88,354 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું (આગળ ₹88,101 હતું). ચાંદી ₹633 વધીને ₹1,00,400 પ્રતિ કિલો પહોંચી ગઈ છે (જે અગાઉ ₹99,767 હતી). વિશેષજ્ઞો કહે છે કે આ વર્ષના અંત સુધી સોનું ₹92,000 સુધી જઈ શકે છે.

વિભિન્ન શહેરોમાં સોનાની કિંમતો

22 કેરેટ અને 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ:


દિલ્લી: 22K – ₹82,650, 24K – ₹90,150
મુંબઇ: 22K – ₹82,500, 24K – ₹90,000
અમદાવાદ: 22K - ₹82150, 24K – 89610
કોલકાતા: 22K – ₹82,500, 24K – ₹90,000
ચેન્નઈ: 22K – ₹82,500, 24K – ₹90,000
ભોપાલ: 22K – ₹82,600, 24K – ₹90,000

ચાંદીના ભાવ કયા શહેરમાં કેટલા?

દિલ્લી: ₹1,04,000 પ્રતિ કિલો
મુંબઇ: ₹1,04,000 પ્રતિ કિલો
અમદાવાદ: ₹1,04,000 પ્રતિ કિલો
કોલકાતા: ₹1,04,000 પ્રતિ કિલો
ચેન્નઈ: ₹1,13,000 પ્રતિ કિલો
ભોપાલ: ₹1,04,000 પ્રતિ કિલો
સોનું અને ચાંદી કેટલા મોંઘા થયા?

1 જાન્યુઆરી 2025 થી અત્યાર સુધી:

સોનાના ભાવ ₹12,192 વધ્યા (₹76,162 → ₹88,354)
ચાંદી ₹14,383 મોંઘી થઈ (₹86,017 → ₹1,00,400)
2024માં સોનામાં ₹12,810 નો વધારો થયો હતો.

સોનાની કિંમતોમાં વૃદ્ધિના કારણો

આંતરરાષ્ટ્રીય તણાવ: અમેરિકા માં ટ્રમ્પ ના રાષ્ટ્રપતિ બન્યા પછી દુનિયાનાં દેશો વચ્ચે રાજનીતિક તણાવ વધ્યો છે, જેના કારણે સોનાની માંગ વધી છે.
રૂપિયામાં ઘટાડો: ડોલર સામે રૂપિયો નબળો પડતા સોનું મોંઘું થયું છે.
શેરબજારમાં ઉથલ-પાથલ: રોકાણકારો સલામત વિકલ્પ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે.

શું સોનું ₹92,000 સુધી જશે?

ગોલ્ડ ETFs (Exchange Traded Funds)માં વધતા રોકાણને કારણે સોનાની માંગ વધી છે.
હાલની પરિસ્થિતિઓ પ્રમાણે, 2025માં સોનું ₹92,000 સુધી પહોંચી શકે છે.

BIS હોલમાર્ક સોનું ખરીદવું કેમ જરૂરી?

સોનું ખરીતી વખતે BIS (Bureau of Indian Standards) હોલમાર્ક ચેક કરવો આવશ્યક છે.

6 અંકનો HUID (Hallmark Unique Identification) નંબર હોય છે, જે સોનાની શુદ્ધતા દર્શાવે છે.

ખરીદતી વખતે હંમેશા BIS હોલમાર્ક અને HUID નંબર ચેક કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now