Home Business Gold Price Today Gold Market Wedding Marriage India Business Offbeatstories

Gold Price Today : સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર, આજનો સોનાનો ભાવ જાણીને તમે પણ આવી જશો મોજમાં

Gold Price Today
Published by: OBS Bureau
Last Updated: Apr 14, 2025, 07:06 AM IST

Gold Price Today: એક તરફ હાલ ફૂલબહારમાં લગ્નસરાની મૌસમ જામી છે. બીજી તરફ અખાત્રીજનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે. ત્યારે આવા સમયે સોનાની ડિમાન્ડ જબરદસ્ત વધી જાય છે. લગ્ન પ્રસંગમાં પહેરામણી અને વ્યવહારમાં લોકો સોનું આપતા હોય છે. ત્યારે જો તમે પણ સોનાનું ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. એક તરફ જ્યાં સ્ટોક માર્કેટ સાવ તળિયે ગયું છે ત્યાં બીજી તરફ હવે લોકો સોનાને જ સૌથી બેસ્ટ અને સેફ ઈન્વેસ્ટમેન્ટ પણ માની રહ્યાં છે. ત્યારે જાણી આજે તમારા શહેરમાં શું ચાલી રહ્યો છે સોનાનો લેટેસ્ટ ભાવ.

ગોલ્ડ માર્કેટની વાત કરીએ તો ધરખમ વધારા બાદ આજે સોનાનો ભાવ સ્થિર જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાના ભાવમાં ગયા અઠવાડિયામાં 5,010 રૂપિયાનો મોટો વધારો થયો હતો. ત્યારે હવે આ મોટા વધારા બાદ આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. ગયા અઠવાડિયે દેશમાં સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે. 24 કેરેટ સોનાના ભાવમાં ગયા અઠવાડિયામાં 5,010 રૂપિયાનો મોટો વધારો થયો હતો. ત્યારે હવે આ મોટા વધારા બાદ આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવ સ્થિર છે. આજે સોમવારે ચાંદી 1,10,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે.

રાજધાની દિલ્હીમાં શું છે સોનાનો ભાવ?
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 95,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,840 પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે 10 રુપિયાનો મામૂલી ઘટાડો થયો છે.

જાણીએ ક્યા શહેરોમાં શું છે સોનાનો લેટેસ્ટ ભાવઃ
જ્યારે અમદાવાદ, રાજકોટ , વડોદરા અને સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 95,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

ભારતમાં કેમ અલગ-અલગ શહેરોમાં જુદો હોય છે સોનાનો ભાવ?
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટના કારણે સોનાના ભાવમાં પણ ફેરફાર જોવા મળે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાઓ દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોવો જોઈએ અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now