Home International Global Market Fell Due To Trump Tariff There Was Chaos In The Stock Market Of The Whole World Including India

ટ્રમ્પના ટેરિફ એટેકની અસર ગ્લોબલ શેરમાર્કેટ પર થઈ : સમગ્ર વિશ્વ હચમચી ગયું

ટ્રમ્પના ટેરિફ એટેકની અસર ગ્લોબલ શેરમાર્કેટ પર થઈ
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 04:13 PM IST

સોમવારે ભારતીય સહિત વૈશ્વિક શેર બજાર એવી રીતે પડ્યું જેમ કે જો હજુ વધુ પડશે તો સીધુ પાતાળમાં પહોંચી જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા કડક ટેરિફ અને ચીનની તીવ્ર જવાબી કાર્યવાહીએ વૈશ્વિક શેરબજારને હચમચાવી દીધું છે. ચીને અમેરિકાથી આવતા તમામ સામાન પર 34 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જે 10 એપ્રિલથી અમલમાં આવશે. આની અસર એટલી પ્રબળ હતી કે માત્ર બે દિવસમાં સમગ્ર વિશ્વમાં 9 ટ્રિલિયન ડોલરનું બજાર મૂલ્ય ઉડી ગયું હતું.

અમેરિકાના બજારો માટે સૌથી ખરાબ દિવસ
U.S. શેરબજારમાં શુક્રવારે ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો. S & P 500માં 6%, ડાઉ જોન્સ 5.5% અને Nasdaq 5.8% ઘટ્યો. તે જ સમયે, સોમવારે ફ્યુચર્સમાં પણ ઘટાડો થઈ રહ્યો હતો. અમેરિકન ક્રૂડ ઓઇલની કિંમત 60 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગઈ છે અને ડોલરની કિંમત 145.98 યેન પર આવી ગઈ છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો
સોમવારે ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી. સેન્સેક્સ 2,227 પોઇન્ટના ઘટાડા સાથે 73,137.90 અને નિફ્ટી 743 પોઇન્ટના ઘટાડા સાથે 22,161.60 પર બંધ થયો. દિવસના વેપાર દરમિયાન બંને સૂચકાંકો લગભગ 5 ટકા ઘટ્યા હતા, જોકે અંતે થોડી રિકવરી જોવા મળી હતી. ટાટા સ્ટીલ-7.78 ટકા, L&T-5.88 ટકા અને ટાટા મોટર્સ-5.56 ટકા ઘટ્યા હતા. યુએસ પર ભારે નિર્ભર ટેક્નોલોજી સેક્ટર 7 ટકા અને મિડ અને સ્મોલ કેપ્સ 4-6 ટકા ઘટ્યા હતા.

વિદેશી બજારોમાં કડાકો
જાપાનના Nikkeiમાં 225.7.1 ટકાનો ઘટાડો થયો છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી મોટો ઘટાડો છે
દક્ષિણ કોરિયાનો Kospi 5.5 ટકા તૂટ્યો હતો અને તેને સર્કિટ બ્રેકર લગાવવો પડ્યો હતો.
તાઇવાનનું બજાર 9.8 ટકા ઘટ્યું હતું, જેના કારણે શોર્ટ સેલિંગ અટકાવી દેવામાં આવી હતી
જ્યારે સિંગાપોરમાં 8.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો
ઓસ્ટ્રેલિયાનો ASX 200.6.3 ટકા ઘટીને 15 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો
સાઉદી અરેબિયા અને ગલ્ફ બજારોને પણ અસર થઈ હતી
ભારતીય શેરબજારમાં 6.78 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોવિડકાળ પછી પછીનું સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. અરામકોના શેરમાં 6.2 ટકાનો ઘટાડો થયો હતો, જેનાથી બજાર મૂલ્યમાં 133 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now