Home Sports Glenn Maxwell Included 6 Indians And 5 Australians In His All Time Odi Xi

Glenn Maxwell એ તેની ઓલ ટાઈમ ODI XI જાહેર કરી : જાણો કયા ભારતીય ખેલાડીઓએ XI માં સ્થાન મેળવ્યું

Glenn Maxwell એ તેની ઓલ ટાઈમ ODI XI જાહેર કરી
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 06:09 AM IST

Glenn Maxwell ODI XI: ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે હાલમાં પોતાની ઓલટાઇમ ODI XI જાહેર કરી છે, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં ઘણી ચર્ચા થઈ છે. "The Big Show" તરીકે જાણીતા મેક્સવેલે એક યૂટ્યૂબના વિડિયોમાં પોતાની ટીમ પસંદ કરી, જેમાં ઘણા દિગ્ગજોને પાછળ છોડીને આશ્ચર્યજનક નિર્ણયો લીધા. સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે, મેક્સવેલની ટીમમાં એક પણ અંગ્રેજી ખેલાડીનો સમાવેશ થતો ન હતો, જ્યારે નિયમો અનુસાર, તેને ફક્ત પાંચ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પસંદ કરવાની મંજૂરી હતી. બાકીના સ્થાનો પર, તેણે મોટાભાગે ભારતીય સ્ટાર્સને તકો આપી, અને આ સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.

સચિન અને રોહિત ઓપનર, કોહલી નંબર 3 પર નિશ્ચિત

સચિન તેંડુલકર અને રોહિત શર્માને ટીમની ઓપનિંગ જોડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જેના કારણે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર, એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડન જેવા સ્ટાર ઓપનરોને બહાર કરવાનો નિર્ણય લીધો. ત્રીજા નંબર પર, મેક્સવેલે કોઈ પણ સંકોચ વગર વિરાટ કોહલીનો સમાવેશ કર્યો, મેક્સવેલે વિરાટ કોહલીને "આધુનિક ક્રિકેટ યુગનો રન મશીન" સમાન ગણાવ્યું.

મિડલ ઓર્ડરમાં રિકી પોન્ટિંગ અને માઈકલ બેવન

રિકી પોન્ટિંગ ચોથા ક્રમે હતા, જ્યારે મેક્સવેલે પૂર્વ ઓસ્ટ્રેલિયન ફિનિશર માઈકલ બેવનને પાંચમા ક્રમે રાખ્યા હતા, જેમણે પોતાની કારકિર્દીમાં ઘણી વખત અસંભવ ચેઝને સંભવ બનાવ્યા હતા.

ધોનીનો પણ ટીમમાં સમાવેશ

ઓલરાઉન્ડર તરીકે, મેક્સવેલે બેન સ્ટોક્સ, કપિલ દેવ, યુવરાજ સિંહ અને માર્ક વો જેવા દિગ્ગજો કરતાં તેના દેશબંધુ શેન વોટસનને પસંદ કર્યો. વિકેટકીપરની ભૂમિકામાં, તેણે જોસ બટલર અને એડમ ગિલક્રિસ્ટ કરતાં પોતાની ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીને પ્રાથમિકતા આપી છે.

બોલિંગમાં કયા દિગ્ગજોનો સમાવેશ?

બોલિંગ વિભાગમાં મેક્સવેલ પાસે ઘણા શ્રેષ્ઠ વિકલ્પો સામેલ કર્યા. સ્પિન વિભાગમાં, મેક્સવેલે એડમ ઝામ્પાની જગ્યાએ ભારતીય દિગ્ગજ અનિલ કુંબલેને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે ફાસ્ટ બોલિંગમાં, તેણે ગ્લેન મેકગ્રા, બ્રેટ લી અને જસપ્રીત બુમરાહને પસંદ કર્યા. આમ, બોલિંગ એકમમાં બે ઓસ્ટ્રેલિયન અને બે ભારતીયનો પણ સમાવેશ થયો.

ગ્લેન મેક્સવેલની ODI XI

રોહિત શર્મા, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, માઈકલ બેવન, શેન વોટસન, એમ. એસ ધોની (વિકેટકીપર), અનિલ કુંબલે, ગ્લેન મેકગ્રા, બ્રેટ લી, જસપ્રીત બુમરાહ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now