Giorgia Meloni Daughter: ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની G7 સમિટ દરમિયાન ખૂબ જ ચર્ચામાં રહ્યા. અલગ-અલગ દેશોના વડાઓને મળતી તેમની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની સેલ્ફીએ તો રેકોર્ડ જ બનાવી દીધો. આ વખતે G7 સમિટમાં મેલોનીની સાથે આવેલી તેમની પુત્રી જિનેવ્રાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. માતા મેલોની સાથે પડછાયાની જેમ રહેતી 8 વર્ષની જિનેવ્રાની ક્યૂટનેસ પર બધા ફિદા થઈ ગયા હતા.
G7 સમિટ દરમિયાનની તસવીરો અને વીડિયોમાં મેલોની કરતાં વધુ જિનેવ્રા છવાયેલી રહી. આમ તો જિનેવ્રા બહુ ઓછી જોવા મળે છે, પરંતુ અવારનવાર મોટા વૈશ્વિક મંચો પર જતી વખતે મેલોની પોતાની પુત્રીને સાથે લઈ જાય છે. તેઓ પુત્રીને પોતાના માટે 'લકી ચાર્મ' ગણાવે છે. G7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા મેલોનીનો એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મેલોની પોતાના પ્લેનમાંથી નીચે ઉતરતા જોવા મળે છે.
હોર્મુઝ સ્ટ્રેટ 60 દિવસ માટે જ ટોલ ફ્રી?: અમેરિકા-ઈરાન શાંતિ કરારના 5મા મુદ્દાએ ઊભા કર્યા નવા સવાલો
આ દરમિયાન તેઓ પુત્રીનો હાથ પકડી રાખે છે. પુત્રી તેમની પાછળ-પાછળ સીડીઓ પરથી નીચે ઉતરે છે. આ દરમિયાન એવું લાગે છે કે મેલોની પોતાની પુત્રીને કેમેરાની નજરથી બચાવવા માંગતા હોય. પ્લેનમાંથી ઉતરીને મેલોની સ્વાગત કરવા આવેલા નેતાઓ સાથે હેન્ડશેક કરે છે. આ સમયે પણ તેઓ પુત્રીનો હાથ પકડીને તેને પોતાની પાછળ જ રાખે છે. ત્યાં હાજર લોકો જિનેવ્રા સાથે વાત કરે છે. જિનેવ્રાના ક્યૂટ સ્મિતે ત્યાં હાજર તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
> મેલોની પોતાના અંગત જીવનને જાહેર મંચોથી દૂર જ રાખે છે. પર્સનલ લાઈફ અને પબ્લિક લાઈફ વચ્ચે ખૂબ જ સરસ તાલમેલ જાળવીને તેઓ પોતાના દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. પુત્રી જિનેવ્રા સાથે તેઓ જે રીતે વીડિયોમાં જોવા મળી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ ખૂબ જ કેરિંગ (કાળજી રાખનારા) માતા છે. વિદેશ પ્રવાસોમાં તેઓ પુત્રીને સાથે ચોક્કસ લઈ જાય છે. જી-7 સમિટમાં પહોંચવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ જિનેવ્રાની માસૂમિયતના દિવાના બન્યા છે.
G7 સમિટ બાદ પેરિસ પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત: વૈશ્વિક રાજકારણ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન, દુનિયાને આપ્યો સંદેશ
જ્યોર્જિયા મેલોનીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનું બોન્ડિંગ પણ ઘણું સારું રહે છે. તાજેતરમાં જ પીએમ મોદીએ મેલોનીને 'મેલોડી' ટોફી આપી હતી. આ દરમિયાન જ્યોર્જિયાએ એક નાનકડો વીડિયો બનાવ્યો હતો જે ઈન્ટરનેટ પર નવો ટ્રેન્ડ બની ગયો હતો. માત્ર ગણતરીના કલાકોમાં જ એ વીડિયોને મિલિયન્સમાં વ્યુઝ મળી ગયા હતા.





