Home International Get The Silver Button On Youtube And Then How Much Is The Earning

YouTube પર ક્યારે મળે છે સિલ્વર બટન : કેટલું કમાઈ શકો છો યુટ્યૂબથી

YouTube પર ક્યારે મળે છે સિલ્વર બટન
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2025, 07:47 AM IST

આજના ડિજિટલ યુગમાં, યુટ્યૂબ સામગ્રી કંટેન્ટ મેકર્સ માટે એક ઉત્તમ મંચ બની ગયું છે. લોકો અહીં વીડિયો બનાવીને પોતાની ઓળખ બનાવી રહ્યા છે એટલું જ નહીં, તેનાથી રૂપિયા પણ કમાઈ રહ્યા છે. પરંતુ યુટ્યૂબ પર સકક્સેસ મેળવવાની એક ખાસ રીત છે. એટલે કે શક્ય તેટલા સબ્સ્ક્રાઇબર્સ અને વ્યૂઝ મેળવવાથી કામ થઈ શકે છે. યુટ્યૂબ તેના ક્રિએટર્સને તેમના સબ્સ્ક્રાઇબર્સના લક્ષ્યો પર પ્લે બટન આપે છે. પહેલું અને સૌથી લોકપ્રિય બટન સિલ્વર પ્લે બટન છે. ચાલો જાણીએ કે તે ક્યારે પ્રાપ્ત થાય છે અને તે પછી કેટલી કમાણી થાય છે?

યુટ્યૂબ સિલ્વર બટન ક્યારે મળશે?
યુટ્યૂબ સિલ્વર પ્લે બટન ત્યારે મળશે જ્યારે ચેનલ 1 લાખ સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચે છે.

સિલ્વર પ્લે બટન મેળવવા માટેની શરતો

100, 000 સબ્સ્ક્રાઇબર્સ પૂર્ણ કર્યા હોવા જોઈએ.
યુટ્યૂબની કોમ્ચુનિટી ગાઈડલાઈન્સ અને નીતિને અનુસરવી મહત્વપૂર્ણ છે.
ચેનલ પર ઓર્ગેનિક સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઈએ, નકલી અથવા ખરીદેલા સબ્સ્ક્રાઇબર્સ માન્ય નહીં રહે.
ચેનલને યુટ્યૂબની રિવ્યૂ પ્રોસેસથી જવુ પડશે, જે નક્કી કરે છે કે તમે બટનને લાયક છે કે નહીં.
જો તમારી ચેનલ તમામ શરતોને પૂર્ણ કરે છે, તો તમને યુટ્યૂબ પરથી સિલ્વર પ્લે બટન મોકલવામાં આવશે.

સિલ્વર બટન મેળવ્યા પછી કેટલી કમાણી થાય છે?

સિલ્વર બટન મેળવવાથી રૂપિયા તો નથી મળતાં પણ તે એક સંકેત છે કે તમારી ચેનલ લોકપ્રિય બની છે અને સારી કમાણીની તકો બનાવી શકે છે.

YouTubeથી પૈસા કમાવવાની મુખ્ય રીતો

યુટ્યૂબ એડસેન્સની આવક


જો તમારી ચેનલ પર 1000 સબ્સ્ક્રાઇબર્સ અને 4000 કલાકનો વોચ ટાઈમ છે તો તમે યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામ દ્વારા એડસેન્સની આવકમાંથી કમાણી કરવાનું શરૂ કરી શકો છો. 1 લાખ સબ્સ્ક્રાઇબર્સ થયા પછી, વીડિયો વ્યૂઝ અને કન્ટેન્ટના આધારે દર મહિને 30,000થી ₹1 લાખ કે તેનાથી વધુ કમાણી કરી શકાય છે.

બ્રાન્ડ પ્રમોશન
મોટી બ્રાન્ડ્સ તમને સ્પોન્સરશિપ ઓફર કરી શકે છે. જેમાંથી તમે ₹10,000થી ₹5 લાખ કે તેનાથી વધુ કમાણી કરી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક