Home Gujarat Gayatri Gas Customers Will No Longer Have To Go To The Godowns They Will Get Delivery Athome

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના! : ગાયત્રી ગેસના ગ્રાહકોએ હવે ગોડાઉન પર ધક્કા ખાવા નહીં પડે, ઘરે બેઠા મળશે ડિલિવરી

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 02:19 PM IST

Vadodara News: વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરા જિલ્લામાં રાંધણ ગેસના સિલિન્ડર અંગે કોઈપણ પ્રકારનો પેનિક ન ફેલાય, અનધિકૃત વેચાણને કડકાઈથી અટકાવી શકાય, નાગરિકોને સચોટ માહિતી મળી રહે તેમજ એલ.પી.જી. ગેસના પુરવઠા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા જિલ્લા તંત્ર દ્વારા ગેસ એજન્સીઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

આ અન્વયે પુરવઠા વિભાગ, રેવન્યુ વિભાગ તથા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા જિલ્લાની ખાનગી અને સરકારી બન્ને ગેસ એજન્સીઓ પર દૈનિક સ્થળ તપાસ હાથ ધરવામાં આવે છે. આજે હાથ ધરાયેલી તપાસ દરમિયાન વાઘોડિયા રોડ વિસ્તાર ખાતે ગાયત્રી ગેસ એજન્સી ખાતે ગેરકાયદે રીતે ગોડાઉનમાંથી સીધેસીધું ગેસ સિલિન્ડર વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી પ્રાપ્ત થતા જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સ્થળ પરથી ગેસ સિલિન્ડર હાથોહાથ આપી દેવા હોવાનું મળી આવ્યું હતું, જે હાલની પરિસ્થિતી મુજબ નિયમોનો ભંગ ગણાતા આ અંગે ટીમ દ્વારા જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ગ્રાહકો દ્વારા ગેસ સિલિન્ડર બુક થતા રોજિંદી કાર્યવાહી મુજબ ઘરે બેઠા ડિલિવરી મળશે જેથી કોઈ પણ ગ્રાહકે અફવાથી પ્રેરિત થઈ ગોડાઉન ખાતે જઈ ડિલિવરી લેવું નહીં. આ સાથે ગેસ સિલિન્ડરનો પુરવઠો માત્ર અધિકૃત ગેસ એજન્સી મારફતે જ મેળવવો તથા ગેરકાયદેસર વેચાણ અથવા અનિયમિતતા અંગેની જાણ તાત્કાલિક સંબંધિત વિભાગને કરી સહકાર આપવો જેથી આ પ્રકારના ગુનાઓ અટકવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now