Home Agriculture Gardening Tips Put This Thing Worth Just Rs 10 In The Lemon Plant Lemons Will Come In Clusters In A Few Days

Gardening Tips : લીંબુના છોડમાં નાખી દો માત્ર 10 રૂપિયાની આ વસ્તુ, થોડા જ દિવસમાં આવશે ઝૂમખામાં લીંબુ

Gardening Tips
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 08:33 AM IST

Farmig Tips: જો તમારી બાલ્કની કે ટેરેસ પર વાવેલ લીંબુનું ઝાડ સુકાઈ રહ્યું છે અથવા ફૂલો કે ફળ આપી રહ્યું નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જાણીતા માળીએ એક સસ્તો અને અસરકારક ઘરગથ્થુ ઉપાય શેર કર્યો છે, જે છોડને થોડા જ છોડ ફરી લીલોછમ બની જાય છે અને ઝૂમખામાં લીંબુ આવવા લાગે છે.

સસ્તો અને અસરકારક ઘરગથ્થુ ઉપાય

જાણીતા માળીએ એક અસરકારક ઘરગથ્થુ ઉપાય શેર કર્યો છે, જેમાં મોંઘા ખાતર કે કેમિકલની જરૂર નથી. માત્ર 10 રૂપિયાની ફટકડી અને ઘરમાં રહેલી સામાન્ય વસ્તુઓથી તમે એક ચમત્કારી દ્રાવણ તૈયાર કરી શકો છો. આ દ્રાવણ જંતુઓને દૂર કરે છે અને છોડની વૃદ્ધિને બમણી કરે છે, જેનાથી થોડા અઠવાડિયામાં જ છોડ ફરી લીલોછમ બની જાય છે અને ઝૂમખામાં લીંબુ આવવા લાગે છે.

દ્રાવણ તૈયાર કરવાની સરળ રીત

આ દ્રાવણ બનાવવાની રીત પણ ખૂબ સરળ છે. એક લિટર પાણીમાં 50 મિલી છાશ ભેળવો. તેમાં ફટકડીના ટુકડાને બે મિનિટ પલાળી રાખીને કાઢી લો. પછી એક રૂપિયાનું શેમ્પૂનું પાઉચ નાખીને સારી રીતે મિક્સ કરો. આ દ્રાવણને સાંજના સમયે છોડના પાંદડા, ડાળીઓ અને થડની ઉપર-નીચેની બાજુએ સમાન રીતે છંટકાવ કરો. જો જંતુઓનો ઉપદ્રવ વધુ હોય તો દર સાતથી દસ દિવસે ફરીથી છંટકાવ કરો.

ઉપાયના આશ્ચર્યજનક ફાયદા અને વધુ સલાહ

આ ઉપાય અપનાવવાથી થોડા દિવસમાં જ ફૂલો ખરવાનું બંધ થઈ જાય છે અને નવા ઝૂમખા દેખાવા લાગે છે. વધુમાં, નાઇટ્રોજનવાળા ખાતરને બદલે પોટાશ અને ફોસ્ફરસ આપવું જોઈએ, જે કેળાની છાલ કે બોન મીલમાંથી કુદરતી રીતે મેળવી શકાય છે. આ સસ્તો અને પર્યાવરણને અનુકૂળ ઉપાય અજમાવીને તમારા લીંબુના છોડને ફરી ફળદાયી બનાવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now