Home Business Gap In Gold Market Price Of 24 Karat Gold Drops By Thousands

ગોલ્ડ માર્કેટમાં ગાબડું 24 કેરેટ સોનાના ભાવમાં થયો હજારોનો ઘટાડો : મોંઘવારી અને ક્રૂડના વધતા ભાવની અસર સોના ચાંદી પર જોવા મળી

ગોલ્ડ માર્કેટમાં ગાબડું 24 કેરેટ સોનાના ભાવમાં થયો હજારોનો ઘટાડો
Published by: Aryan Shah
Last Updated: Mar 24, 2026, 11:29 AM IST

Gold Silver Price Today (24 March 2026) : આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. આજે 24 માર્ચ, 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે, જેના કારણે રોકાણકારો અને ખરીદદારોમાં ભારે ચર્ચા જાગી છે.

MCX માર્કેટની સ્થિતિ

આજે શરૂઆતી કારોબારમાં જ MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનું અને ચાંદી 2% થી 4% સુધી ગગડી ગયા છે. સોનું અત્યારે 1.37 લાખ રૂપિયાની આસપાસ છે, જ્યારે ચાંદી 2.18 લાખ રૂપિયાની નીચે ટ્રેડ કરી રહી છે. કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવમાં તેજી આવતા કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ વધ્યું છે.

ઘરઆંગણે સોનાના ભાવ

છૂટક બજારમાં પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 2,940 રૂપિયા ઘટીને 1,40,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. તેવી જ રીતે, 22 કેરેટ સોનું 2,700 રૂપિયાના ઘટાડા સાથે 1,28,650 રૂપિયા અને 18 કેરેટ સોનું 2,210 રૂપિયા ઘટીને 1,05,260 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે.

વૈશ્વિક બજારનો માહોલ

ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સ્થિતિ નરમ છે. હાજર સોનું (Spot Gold) 2% ઘટીને $4,340 પ્રતિ ઔંસ પર છે, જ્યારે ચાંદી 3.5% ના ઘટાડા સાથે $66-67 ની વચ્ચે જોવા મળી રહી છે. બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડ $105 અને યુએસ WTI ફ્યુચર્સ $92 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે.

ભાવ ઘટવાનું મુખ્ય કારણ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ અને અમેરિકાની મધ્યસ્થીના પ્રયાસો વચ્ચે બજારમાં અનિશ્ચિતતા છે. તેહરાને અમેરિકી જાહેરાતોને ફગાવી દેતા અને નવા હુમલા થતા ફુગાવાનું જોખમ વધ્યું છે. વ્યાજ દરમાં વધારાની શક્યતાને કારણે સોનું તેની માર્ચ મહિનાની ટોચથી અત્યાર સુધીમાં લગભગ 25% જેટલું તૂટી ચૂક્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now