Home Gujarat Ganesh Gondal Undergoes Narco Test In Rajkumar Jats Death Case

ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ : રાજકુમાર જાટના મોતનું સત્ય ટૂંક સમયમાં આવશે બહાર!, 15 ડિસેમ્બરે હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરાશે

ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 12:02 PM IST

રાજકુમાર જાટ કેસનું સત્ય બહાર લાવવા માટે સોમવારથી શરુ થયેલો શકમંદ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગુરુવારે ગાંધીનગર ખાતે પૂર્ણ કરાયો છે.

સોમવારથી ગાંધીનગર FSL ખાતે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.વિવિધ કાનૂની પ્રક્રિયા અને તબીબી પરીક્ષણો બાદ FSLના નિષ્ણાંતોની ટીમ દ્વારા બંધબારણે નિયમનુસાર નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરુ કરાઈ હતી

સોમવારે સાંજ સુધી કાગળ પ્રક્રિયા અને કાઉન્સેલિંગ બાદ બીજા દિવસથી તબીબી પરીક્ષણ તથા અન્ય પ્રક્રિયા શરુ કરવામાં અવી હતી અને અંતે ગુરુવારે સવારથી મુખ્ય પ્રક્રિયા શરુ થઇ હતી જે ગુરુવારે બપોર પછી પૂર્ણ થઇ હતી.

કોર્ટની મંજુરી બાદ કરાયો નાર્કો ટેસ્ટ

રાજકુમાર જાટના મોત મામલે સત્ય બહાર લાવવા SITની રચના કરવામાં અવી છે.સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુને SIT ચેરમેન બનાવવામાં આવ્યા છે.પ્રેમસુખ ડેલુએ થોડા દિવસો પૂર્વે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાવવામાટે કોર્ટ પાસે મંજુરી માંગી હતી,કોર્ટની મંજુરી બાદ સોમવારથી નાર્કો  ટેસ્ટની પ્રક્રિયા શરુ થઇ હતી

SIT ચીફ IPS પ્રેમસુખ ડેલું FSL ખાતે રહ્યા હાજર

SIT ચીફ અને સુરેન્દ્રનગરના SP પ્રેમ સુખ ડેલું આજે ગાંધીનગર FSL ખાતે હાજર રહ્યા હતા,નાર્કો ટેસ્ટ પૂર્ણ થયા બાદ આ અંગે માહિતી આપતા IPS પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે આજે નાર્કોટેસ્ટ પૂર્ણ થયો છે રીપોર્ટ આવી જશે પછી હાઈકોર્ટમાં રીપોર્ટ સબમિટ કરવામાં આવશે


'15 ડિસેમ્બરે રિપોર્ટ આવશે'

તપાસ અધિકારી સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ કહ્યું કે, 'હાઇકોર્ટની સુચના મુજબ કાર્યવાહી થઈ છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. આરોપીના નાર્કો ટેસ્ટમાં પોલીસ હાજર નથી. અધિકારીઓ FSL ટીમ સાથે ચર્ચા કરી રહી છે. આ પ્રકિયામાં આરોપી સાથે વકીલ સાથે હોય છે'. વધુમાં કહ્યું કે, '15 ડિસેમ્બર રિપોર્ટ આવશે અને ત્યારબાદ હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. વીડિયો ગ્રાફી કોર્ટમાં જમાં થશે. 8 થી 13 ડિસેમ્બર સુધીના નાર્કો ટેસ્ટ માટેનો સમય આપવામાં આવ્યો હતો. SOP આધારે નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો અને વકીલની હાજરીમાં જ આ આખી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે'

નાર્કો ટેસ્ટ શું છે ?

નાર્કો ટેસ્ટ એટલે કેટલીક એવી દવા-ઈન્જેક્શન આપવામાં આવે છે કે, જેની અસર માણસની વિચારશક્તિ પર પડે છે અને વિચારશક્તિ સિમિત થઈ જાય છે. આ દવા પછી વ્યક્તિ બેભાન હાલતમાં થઈ જાય છે. દવાની અસરના કારણે જુઠ્ઠુ બોલવાની સંભાવના પણ ઘટી જાય છે. એક એક્સપર્ટ કેસ અંગે સવાલો કરે છે. આ સમયે પણ તે વ્યક્તિના હાવભાવને ખાસ ધ્યાને લેવાયમાં આવે છે. જેના કારણે કેસ ઉકેલવામાં સરળતા થઈ જાય છે.

કોર્ટમાં નાર્કો ટેસ્ટ પુરાવા કેમ માન્ય નથી?

પાપ્ત વિગતો મુજબ દવાનો ઉપયોગ કર્યા પછી, એવી કોઈ ગેરેંટી નથી કે આરોપી ફક્તને ફક્ત સત્ય જ બોલશે. વ્યક્તિ સંપૂર્ણ પોતાની સ્વતંત્ર ઇચ્છાનું નિવેદન આપતું નથી અને આ સમયે તે પોતાના હોશમાં પણ હોતો નથી. તેથી જ કોર્ટમાં નાર્કો ટેસ્ટના રિપોર્ટને કાયદાકીય રીતે પુરાવા તરીકે સ્વીકારવામાં આવતો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now