રાજ્યનાં ચોથા નાણાં પંચની તાજેતરમાં રચનાં કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ત્રણ પુર્ણકાલિન સબ્યોનો સમાવેશ કરીને ગુજરાત રાજ્યનાં ચોથા નાણાં પંચની રચનાં કરવામાં આવી છે.
આપણા ગુજરાત રાજ્યનું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું હોય છે. રાજ્યનું નાણાકીય વર્ષ "બજેટ" સાથે સંકળાયેલ હોય છે, જેમાં રાજ્યના ખર્ચ, આવક, અને વિકાસ માટેના પ્રસ્તાવ આપવામાં આવે છે.
આમ, "ચોથા નાણાં"નો અર્થ ગુજરાતનાં નાણાકીય વર્ષમાં ચોથીવાર આપેલા બજેટથી જે રાજ્યના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં સુધારા લાવશે. દર વર્ષે, રાજ્યના નાણાંકીય વર્તન અને બજેટ મંગાવવાનો એક મહત્વપૂર્ણ બેઠક મળતી હોય છે. જેમાં વિવિધ વિભાગો અને વિકાસના ક્ષેત્રોમાં નાણાંની વિતરણ અને ઉપયોગ અંગેની ચર્ચા કરવામાં આવે છે.
જેમાં તાજેતરમાં મળેલી બેઠકમાં ચોથા નાણાં પંચની રચનાં કરવમાં આવી છે. જેમાં આ પંચના અધ્યક્ષ તરીકે યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ ૩ સભ્યો સાબરકાંઠાના જયંતીલાલ દેવાભાઈ પટેલ, વડોદરાના સુનીલ સોલંકી અને ભાવનગરના અભયસિંહ ચૌહાણની નિમણૂક કરી છે. તેમજ આ રાજ્ય નાણાં પંચના અન્ય એક સભ્ય અને સભ્ય સચિવ તરીકે બી. પી. ચૌહાણ આઈ.એ.એસ.ની નિમણૂક ફેબ્રુઆરી-૨૦૨૫માં કરવામાં આવેલી છે.
આ રીતે નાણાં પંચના અધ્યક્ષશ્રી સહિત પાંચથી વધારે સભ્યોની નિમણૂક કરવાની જોગવાઈ રહેલી નથી. જેથી કરીને પાચથી વધે નહીં એ રીતે સભ્યોની નિમણૂક સાથે રાજ્ય નાણાં પંચની રચના કરવામાં આવી છે.
ખાસ કરીને રાજ્ય સરકારે અગાઉ અધ્યક્ષશ્રીની નિમણૂક કર્યા પછી હવે વધુ ૩ સભ્યોની પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક અને એક પૂર્ણકાલીન સભ્યની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરતાં રાજ્ય નાણાં પંચમાં હવે પાંચ સભ્યોની નિયુક્તિ પૂર્ણ થઈ છે.






