Home Gujarat Gandhinagar Mla Quarter Young Couple Caught Suspicious

ગાંધીનગરમાં MLA અનંત પટેલના ક્વાર્ટરમાંથી યુવક-યુવતી ઝડપાયા : ધારાસભ્યોને મળતી સરકારી સુવિધાઓના દુરુપયોગ પર ઉઠ્યા સવાલ

ગાંધીનગરમાં MLA અનંત પટેલના ક્વાર્ટરમાંથી યુવક-યુવતી ઝડપાયા
Published by: OBS Bureau
Last Updated: Oct 30, 2025, 07:29 AM IST

Gandhinagar News: ગાંધીનગરના સેક્ટર-21માં આવેલા સદસ્ય નિવાસમાં આવેલા MLAના એક ક્વાર્ટરમાંથી યુવક અને યુવતી ઝડપાયા છે. મળતી માહિતી મુજબ આ ક્વાર્ટર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું છે. ઘટનાની જાણ થતાં બંનેને સ્ટેશન લાવી પોલીસે પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન જણાતાં નિવેદન લઈને તેમને જવા દેવામાં આવ્યા હતા.

મોડી રાત્રે ધારાસભ્યના કવાર્ટરે પહોંચી પોલીસ

મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર 21 પોલીસને માહિતી મળી હતી કે 29 ઓક્ટોબર મોડી રાત્રે સેક્ટર-21માં આવેલા ધારાસભ્ય ક્વાર્ટરમાં એક કપલ રોકાયેલું છે. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ધારાસભ્યને ફાળવેલા ક્વાર્ટર પર પહોંચી અને ત્યાં એક યુવક અને એક યુવતી હાજર મળ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેક્ટર-21 પોલીસ સ્ટેશનના સેકન્ડ PI આર. જે. સિસોદિયાએ તેમને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી હતી.
પૂછપરછમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી નથી

આ અંગે PI સિસોદિયાએ જણાવ્યું કે, બંને યુવક-યુવતી એકબીજાના પરિચિત છે અને ઘણા સમયથી ઓળખે છે. જેઓ ગાંધીનગરના જ રહેવાસી છે. યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે, જ્યારે યુવક પ્રાઇવેટ નોકરી કરે છે. આ કપલ ધારાસભ્ય અનંત પટેલના પર્સનલ આસિસ્ટન્ટ (PA)ના પરિચિત હોવાનું સામે આવ્યું છે. પૂછપરછમાં એવી કોઈ શંકાસ્પદ ગતિવિધિ જાણવા મળી નથી. બંનેના નિવેદન લઈને જવા દેવામાં આવ્યા છે.

ધારાસભ્યોને મળતી સરકારી સુવિધાઓના દુરુપયોગ પર ઉઠ્યા સવાલ

નોંધનીય છે કે, ધારાસભ્ય ક્વાર્ટરનો આ પ્રકારે ઉપયોગ થતાં સદસ્ય નિવાસમાં ફફડાટનો માહોલ ફેલાયો છે અને ધારાસભ્યોને મળતી સરકારી સુવિધાઓના દુરુપયોગ પર ગંભીર સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં રહેતા હોય છે, ત્યારે તેમના ફાળવેલા સરકારી ક્વાર્ટરનો ઉપયોગ તેમના PA કે પછી તેમના પરિચિતો દ્વારા વૈભવી સુખ-સુવિધાઓ ભોગવવા માટે થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ
વાવ-થરાદમાં PM મોદીની સભા દરમિયાન બની ચોંકાવનારી ઘટના
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ