Crime News: ગાંધીનગર હાઈવે પર સનસનાટી: MP પોલીસ અને પરિવારની હાજરીમાં જ પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપ્યું, પોતે પણ પોતાને ઇજા પહોંચાડીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા ધણપ ગામ હાઈ-વે પરની રોયલ ફોર્ટ હોટેલમાં એક કાળજું કંપાવી દેનારી લોહિયાળ ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવેલા પ્રેમી પંખીડાને પકડીને પરત લઈ જઈ રહેલી MP પોલીસ અને યુવતીના પરિવારના સભ્યોની હાજરીમાં જ પ્રેમીએ તેની પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળે ચપ્પુ ફેરવી ઘાતકી હત્યા કરી નાખી છે. પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારીને પોતાનું જીવન ટૂંકાવવાનો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે.
ડોક્ટર પતિના કાળા કારનામાથી હચમચી ગયું મેડિકલ જગત!: પત્નીની નકલી સહીથી લીધી અઢી કરોડની લોન અને પછી નર્સ સાથે રચી રાસલીલા
MPથી ભાગીને રાજકોટ આવેલા પ્રેમી પંખીડાને પોલીસે પકડ્યા હતા
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના વતની એવા ૨૧ વર્ષીય રજની બજલાલ ધાકડ અને ૨૪ વર્ષીય સંતોષ ઉધમ જાટવ વચ્ચે પ્રેમસંબંધ હતો. આ પ્રેમી પંખીડા પોતાના ઘરેથી ભાગીને ગુજરાતના રાજકોટ તરફ નાસી આવ્યા હતા. આ મામલે યુવતીના પરિવારજનોએ મધ્યપ્રદેશમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે મધ્યપ્રદેશ પોલીસે આ બંનેનું લોકેશન રાજકોટ હોવાનું શોધી કાઢ્યું હતું. જેથી પ્રેમિકા રજનીના બે સંબંધીઓ અને મધ્યપ્રદેશ પોલીસના બે જમાદારો રાજકોટ પહોંચ્યા હતા અને બંનેને પોતાની કસ્ટડીમાં લીધા હતા.
રાત્રિ પ્રવાસ જોખમી લાગતા હોટેલમાં રોકાવું ભારે પડ્યું
રાજકોટથી આ તમામ લોકો ખાનગી વાહન દ્વારા મધ્યપ્રદેશ જવા માટે રવાના થયા હતા. જોકે લાંબા અંતરનું ડ્રાઇવિંગ હોવાના કારણે વાહન ચલાવનાર અને સાથે રહેલા તમામ લોકો ભારે થાકી ગયા હતા. રાત્રિના સમયે આગળ પ્રવાસ કરવો જોખમી જણાતા, તેઓએ ચિલોડા હાઈવે પર આવેલી રોયલ ફોર્ટ હોટેલમાં રાતવાસો કરવાનું નક્કી કર્યું હતું અને ત્યાં એક રૂમ ભાડે રાખ્યો હતો. હોટેલના રૂમમાં બે પોલીસ કર્મચારીઓ, યુવતીના બે સગા અને આ પ્રેમી પંખીડા એમ તમામ છ લોકો એક જ રૂમમાં રોકાયા હતા. સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે રાત્રે સૂતા પહેલા બંને પ્રેમી-પંખીડાને અલગ-અલગ સુવડાવવામાં આવ્યા હતા.
ભરૂચ ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: પુત્રવધૂને 44 અને વેવાણને 23 ઘા માર્યા અને પછી...!, સસરા સામે ગંભીર આક્ષેપ
મધ્યરાત્રિએ ગાઢ નિદ્રાનો લાભ ઉઠાવી ખેલાયો ખૂની ખેલ
લાંબી સફરના થાકને કારણે બંને પોલીસ જવાનો અને પરિવારના સભ્યો ગાઢ નિદ્રામાં સરી પડ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન મધ્યરાત્રિએ આશરે બે વાગ્યાની આસપાસ તકનો લાભ ઉઠાવીને સંતોષ અને રજની એકબીજાની નજીક આવ્યા હતા. સંતોષે અત્યંત ઠંડા કલેજે પ્રેમિકા રજનીને પોતાના ખોળામાં સુવડાવીને તેની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પા વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. રજની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા બાદ સંતોષે એ જ ચપ્પાથી પોતાના ગળા પર પણ ઘા ઝીંકી દીધા હતા. રૂમમાં કંઈક અજુગતો અવાજ આવતા એક પોલીસ કર્મચારી અચાનક જાગી ગયો હતો. તેણે રૂમની લાઈટ ચાલુ કરતા જ સામે ચારેય તરફ લોહીના ખાબોચિયા ભરાયેલા હતા, જેમાં રજની મૃત હાલતમાં પડી હતી અને સંતોષ તરફડી રહ્યો હતો.
લગ્નના 2 દિવસ બાદ જ ઊજડી ગઈ દુનિયા: અમદાવાદ પ્લેન ક્રેશમાં પુત્ર ગુમાવનાર વડોદરાનો પરિવાર આજે પણ જુએ છે ભાવિકની રાહ
વતન જઈને પ્રેમિકા ફરી જવાના ડરે હત્યા કરી હોવાની આશંકા
આ ઘટનાની તાત્કાલિક જાણ ચિલોડા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગંભીર રીતે ઘવાયેલા પ્રેમી સંતોષને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશ જઈને પ્રેમિકા પોતાના નિવેદનથી ફરી જશે એવી શંકા અને પરિવાર તરફથી માર પડશે એવું માનીને યુવકે આ ખોફનાક પગલું ભર્યું હોવાનું અનુમાન છે.
સંબંધોમાં તણાવની દિશામાં તપાસ
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોને લઈને મતભેદો ચાલી રહ્યા હતા કે નહીં તે અંગે પરિવારજનો અને નજીકના ઓળખીતાઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પ્રેમસંબંધો સાથે જોડાયેલા ગુનાઓમાં ઘણી વખત માનસિક દબાણ, અવિશ્વાસ, લગ્નનો પ્રશ્ન અથવા સંબંધ તૂટવાની સ્થિતિ જેવા કારણો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પોલીસ માટે હાલ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ઘટનાથી થોડા કલાકો પહેલાં બંને વચ્ચે શું વાતચીત થઈ હતી અને હોટલમાં આવવાનો નિર્ણય કયા સંજોગોમાં લેવાયો હતો. CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી બંનેના હોટલમાં પ્રવેશથી લઈને ઘટના બન્યા સુધીની હિલચાલનો ક્રમ સ્પષ્ટ થઈ શકે.
ગુજરાતમાં વધતા સંબંધ આધારિત ગુનાઓ
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં સંબંધો અને વ્યક્તિગત વિવાદોને કારણે થતા ગંભીર ગુનાઓના બનાવોમાં વધારો નોંધાયો છે. નિષ્ણાતોનું માનવું છે કે ભાવનાત્મક અસ્થિરતા, અસ્વીકાર સહન ન કરી શકવાની માનસિકતા અને સંબંધોમાં વધતો તણાવ ઘણી વખત હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે. કાયદાકીય રીતે આવા કેસોમાં પોલીસ માટે ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓ અત્યંત મહત્વના બની જાય છે. મોબાઇલ ડેટા, ડિજિટલ કોમ્યુનિકેશન, CCTV અને ફોરેન્સિક વિશ્લેષણ દ્વારા ઘટનાની સાચી હકીકત સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે.
હાલ પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને વિગતવાર તપાસ શરૂ કરી છે. યુવકની તબિયત સ્થિર થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે. ફોરેન્સિક રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા પછી ઘટનાના કારણો અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓની તપાસ બાદ જ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવશે. આ ઘટના માત્ર એક ગુનાખોરીની ઘટના નથી, પરંતુ સંબંધોમાં ઊભા થતા તણાવ અને તેના ગંભીર પરિણામો અંગે પણ સમાજ માટે ચિંતાજનક સંકેત આપે છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમની સંપૂર્ણ હકીકત સામે આવશે.






