Home Gujarat Gandhinagar Heavy Rain Waterlogging Ambalal Patel Rain Forecast

આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! : અંબાલાલ પટેલે અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની કરી આગાહી

AMBALAL PATEL
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 23, 2026, 11:10 AM IST

પાટનગર ગાંધીનગરમાં વરસાદના વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ચ-0, સેક્ટર-11 અને સેક્ટર-12 સહિતના વિસ્તારોમાં ટૂંકા સમયમાં જ ભારે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મહાત્મા મંદિર રોડ, કલેક્ટર કચેરી નજીક તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં બે-વ્હીલર ચાલકો અને રાહદારીઓને ખાસ કરીને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિકની ગતિ પણ અસરગ્રસ્ત બની હતી અને અનેક સ્થળોએ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આકાશી આફતનો ખતરો : આગામી 48 કલાક ભારે વરસાદ, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

સેક્ટર-12માં વૃક્ષ ધરાશાયી, તંત્ર એલર્ટ મોડમાં

સતત વરસેલા ભારે વરસાદ અને પવનના કારણે ગાંધીનગરના સેક્ટર-12 વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું. ઘટનાના પગલે સ્થાનિક સ્તરે થોડા સમય માટે અવરજવર પ્રભાવિત થઈ હતી. સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવતા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, તેમ છતાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે.

કલેક્ટર કચેરી પાસે પણ વરસાદી પાણી ભરાતા કર્મચારીઓ અને અરજદારોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર પણ અસર જોવા મળી હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ : પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, વડોદરા સ્ટેશને મુસાફરો અટવાયા

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.

વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પણ એલર્ટ પર છે. જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : શહેરના રસ્તા બન્યા નદી, રેડ એલર્ટ વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં

અંબાલાલ પટેલે આગામી 48 કલાક માટે વ્યક્ત કરી ભારે વરસાદની સંભાવના

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે. તેમના અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત મધ્ય ગુજરાત, પંચમહાલ, પૂર્વ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, હારીજ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે.

તેમણે જણાવ્યું કે ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 27 જુલાઈ બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધુ સક્રિય બની શકે છે. જુલાઈના અંતિમ સપ્તાહ અને ઓગસ્ટની શરૂઆતમાં રાજ્યમાં વધુ એક સારા વરસાદી રાઉન્ડની સંભાવના છે. તેમણે જણાવ્યું કે ભારતીય મહાસાગર ડાયપોલ (IOD) પોઝિટિવ રહેવાની શક્યતા હોવાથી જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

તેમના મતે જો આગાહી મુજબ વરસાદ થાય તો અત્યાર સુધી રહેલી વરસાદની ઘટ ખેડૂતો માટે મોટા પ્રમાણમાં પૂરી થઈ શકે છે અને ખેતી માટે પણ અનુકૂળ સ્થિતિ સર્જાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now