Home Automobile From Brezza To Vinfast These Cars Will Be Launched Soon Know The List Of Upcoming Suvs

Brezza થી લઈને VinFast સુધીની આ ગાડીઓ ટૂંક સમયમાં થશે લોન્ચ! : સ્ટાઇલિશ લુક અને પાવરફુલ એન્જિન સાથે, જાણો આગામી SUV નું લિસ્ટ

Brezza થી લઈને VinFast સુધીની આ ગાડીઓ ટૂંક સમયમાં થશે લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 10:58 AM IST

Know the list of upcoming SUVs : ભારતીય કાર બજારમાં છેલ્લા કેટલાક સમયથી 4 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી (Sub-4 Meter) SUV નો ક્રેઝ માઝા મૂકી રહ્યો છે. Tata Nexon અને Maruti Brezza જેવી કારોએ આ સેગમેન્ટમાં પોતાનો દબદબો બનાવ્યો છે. લોકો હવે નાની પણ મજબૂત દેખાતી અને ફીચર્સથી સજ્જ ગાડીઓ વધુ પસંદ કરી રહ્યા છે. આ જ લોકપ્રિયતાને જોતા, 2026 અને 2027 વચ્ચે ઘણી મોટી કંપનીઓ પોતાની નવી SUV લોન્ચ કરવા જઈ રહી છે. જાણો આ કઈ કાર છે અને તેમાં શું ખાસ મળશે.

મારુતિ સુઝુકી બ્રેઝા ફેસલિફ્ટ (નવો લુક)

મારુતિ પોતાની સૌથી વધુ વેચાતી SUV બ્રેઝાને નવા રૂપમાં રજૂ કરવા જઈ રહી છે. આ ફેસલિફ્ટ મોડલમાં સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં જોવા મળી શકે છે. કંપની હાલના 1.5-લિટર એન્જિનને બદલે 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન આપી શકે છે, જે વધુ પાવરફુલ હશે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનના ઓપ્શન પણ મળશે.

રેનો બ્રિજર કોન્સેપ્ટ (સ્ટાઇલિશ ડિઝાઇન)

રેનો (Renault) તેની નવી 'બ્રિજર કોન્સેપ્ટ' પર બેસ્ડ SUV પર કામ કરી રહી છે. આ કાર તેની મજબૂત અને આધુનિક ડિઝાઇન માટે જાણીતી બનશે. તેમાં 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન હોવાની શક્યતા છે જે 100hp ની તાકાત આપશે. આ SUV માર્કેટમાં અન્ય કોમ્પેક્ટ કારોને જોરદાર ટક્કર આપશે.

મહિન્દ્રા વિઝન X (ફ્યુચરિસ્ટિક લુક)

મહિન્દ્રા પોતાની નવી SUV 'Vision X' સાથે માર્કેટમાં ધમાકો કરવા તૈયાર છે. આ એક વર્ટિકલ ક્રોસઓવર કાર હશે, જેનો લુક કંપનીની ઇલેક્ટ્રિક SUV XEV 9e જેવો હોઈ શકે છે. તેને નવા NU_IQ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે, જે તેને સુરક્ષા અને પર્ફોર્મન્સમાં વધુ સારી બનાવશે.

સ્કોડા કાયલેક સ્પોર્ટલાઇન (સ્પોર્ટી ફિલ)

સ્કોડા પોતાની લોકપ્રિય કાયલેક (Kylaq) SUV નું નવું 'Sportline' વેરિઅન્ટ લાવવાની તૈયારીમાં છે. જે ગ્રાહકોને સ્પોર્ટી લુક ગમે છે તેમના માટે આ બેસ્ટ ઓપ્શન હશે. તેમાં બ્લેક કલરના એલિમેન્ટ્સ અને પ્રીમિયમ ફીચર્સ ઉમેરવામાં આવશે, જે તેને સામાન્ય મોડલ કરતા અલગ અને વધુ આકર્ષક બનાવશે.

વિનફાસ્ટ VF3 (સસ્તી ઇલેક્ટ્રિક SUV)

વિયેતનામની કંપની VinFast ભારતની ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેમની VF3 એક નાની પણ ઊંચી (Tall-boy style) ઇલેક્ટ્રિક SUV હશે. તેમાં 191mm નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ હશે, જે ખરાબ રસ્તાઓ માટે ઉત્તમ છે. અંદાજે 8 થી 10 લાખની કિંમતમાં આવનારી આ કાર 2027 સુધીમાં રસ્તાઓ પર દોડતી જોવા મળી શકે છે. આગામી બે વર્ષો કાર પ્રેમીઓ માટે ખૂબ જ રોમાંચક રહેવાના છે. ભલે તમારે પેટ્રોલ એન્જિન જોઈતું હોય કે ઇલેક્ટ્રિક, દરેક સેગમેન્ટમાં નવા અને આધુનિક ઓપ્શન ઉપલબ્ધ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now