Home Gujarat Friend M By Friend In Rajkot

રાજકોટમાં મિત્રના હાથે મિત્રની હત્યા : આરોપી સામે ચાલી પહોંચ્યો પોલીસ સ્ટેશન, શંકાના પગલે કરી હત્યા

રાજકોટમાં મિત્રના હાથે મિત્રની હત્યા
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2026, 11:14 AM IST

રાજકોટ શહેરમાં મિત્રના હાથે મિત્રની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં નિલેશ ટોકિયા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, જ્યારે આરોપી મહેશ જેઠવા હોવાનું સામે આવ્યું છે. મહત્વની બાબત એ છે કે હત્યા કર્યા બાદ આરોપી સ્વયં સામેથી પોલીસ મથકમાં હાજર થયો હતો.

મિત્રના હાથે જ મિત્રની હત્યા!

પ્રાપ્ત માહિતી મુજબ, આ હત્યાનો બનાવ ગઈકાલે રાજકોટના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બન્યો હતો. મૃતક નિલેશ ટોકિયા અને આરોપી મહેશ જેઠવા એકબીજાને સારી રીતે ઓળખતા હતા અને બંને સાથે મળીને મિસ્ત્રી કામ કરતા હતા. બંને વચ્ચે મિત્રતા હોવા છતાં આ ગંભીર ઘટના બની હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી મહેશ જેઠવાને વહેમ હતો કે મૃતક તેની બહેનને હેરાન કરતો હતો, જેના કારણે તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે નિલેશ ટોકિયાની હત્યા કરી હતી. આ મામલે રાજકોટ શહેરના ACP બી.જે. ચૌધરીએ નિવેદન આપ્યું છે

આરોપી હત્યા કરીને સામેથી પહોંચ્યો પોલીસ સ્ટેશન

હત્યાના બનાવ બાદ આરોપી મહેશ જેઠવા પોતે જ પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મિત્રતા અને સાથે કામ કરતા લોકો વચ્ચે થયેલી આ હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. પોલીસ હવે આરોપીના નિવેદનના આધારે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now