Home Gujarat Framing Farmer Agriculture Hitwawe Notice Gujarat Offbeatstories

ધોમધખતા તાપમાં ખેડૂતોને જરૂરી સૂચનો : ખેતી કામ કરવામાં આટલી સાવચેતી રાખવી જરૂરી

ધોમધખતા તાપમાં ખેડૂતોને જરૂરી સૂચનો
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 01:40 PM IST

રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા હીટવેવ સંદર્ભે સાવચેતીનાં પગલા લેવા માટે જરૂરી સૂચનો કર્યાં છે. જેને લઈને ખેડૂતોએ ખાસ ધ્યાને લેવા જેવી બાબતોને ધ્યાને લેવાની ખાસ જરૂરિયાત છે. જે નીચે મુજબ જણાવામાં આવી છે. 



ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું.


વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.


જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવા પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું.


ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.


પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું. 


બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી. 


પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે વારંવાર ચોખ્ખુ અને ઠંડું પાણી આપવું. 


પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્યયુક્ત આહાર આપવો અને ઓછી ગરમીનાં કલાકોમાં જ ચરાવવા માટે લઈ જવાં. 


બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now