Home Automobile Four Wheelers List 2025 Best Cng Cars 7 Lakh 30 Thousand Rupees Tata Punch Celerio Tiago

સર્વ શ્રેષ્ઠ CNG કાર્સ : બજેટ ઓછુ માઈલેજ વધારે

સર્વ શ્રેષ્ઠ CNG કાર્સ
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2025, 06:39 AM IST

ડીઝલ અને પેટ્રોલની વધતી કિંમત વધતા CNGને એક ઈકોનોમિકલ વિકલ્પ માનવામાં આવે છે. જો તમે CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. અહીં અમે તમને દેશની કેટલીક શ્રેષ્ઠ CNG કાર વિષય અંગે જણાવીશું. જે માઈલેજની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

મારુતિ સુઝુકી અલ્ટો K10 CNG

મારુતિ સુઝુકીએ ભારતમાં લોન્ચ કરેલી અલ્ટો K10 CNG દેશની સૌથી સસ્તી CNG કાર છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 5 લાખ 96 હજાર રૂપિયા છે. આ કાર ભારે ટ્રાફિકને પણ સરળતાથી પાર કરી લે છે.

Maruti Suzuki Celerio CNG

તમારા માટે બીજો શ્રેષ્ઠ વિકલ્પ મારુતિ સુઝુકી સેલેરિયો CNG છે. મારુતિ સુઝુકી સેલેરિયો ભારતમાં સૌથી વધુ વેચાતી CNG કાર છે, જે 34.43 કિમીની માઇલેજ આપે છે. જેની કિંમત 6.69 લાખ રૂપિયા છે. આ કારને ચલાવવાનો ખર્ચ બાઈક કરતાં પણ ઓછો છે. આ કારમાં 5 લોકો સરળતાથી બેસી શકે છે. સેફ્ટી માટે કારમાં ડ્યુઅલ એરબેગ અને EBD સાથે ABS આપવામાં આવ્યું છે.

TATA TIAGO ICNG

ત્રીજો શ્રેષ્ઠ વિકલ્પ TATA TIAGO ICNG છે જે 27 કિમીની માઇલેજ આપે છે. તે 5 લોકોને સરળતાથી સમાવી શકે છે. 1.2 લીટર પેટ્રોલ એન્જિન 73 BHP પાવર અને 95 NM ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.

TATA PUNCH
ટાટા પંચ દેશમાં સૌથી સસ્તી અને સૌથી વધુ વેચાતી માઇક્રો-એસયુવી છે. જેની પ્રારંભિક કિંમત 6 લાખ રૂપિયા છે. તેની સીએનજી રેન્જની પ્રારંભિક કિંમત 7 લાખ 30 હજાર રૂપિયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now