Home International Former Jharkhand Chief Minister Shibu Soren Passes Away

Shibu Soren passes away : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

Shibu Soren passes away
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 04, 2025, 12:52 PM IST

Breaking News : ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના સ્થાપક અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા તેમની સારવાર ચાલી રહી હતી. શિબુ સોરેનનું આજે સવારે 8:48 વાગ્યે નિધન થયું. તેમને ગંગારામ હોસ્પિટલના નેફ્રોડ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કિડની સંબંધિત સમસ્યાઓ હતી. આ ઉપરાંત શરીરમાં કેટલીક અન્ય સમસ્યાઓ પણ હતી. તેઓ 81 વર્ષના હતા.

શિબુ સોરેન છેલ્લા ઘણા સમયથી સારવાર હેઠળ હતા. તેઓ 24 જૂનથી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં સતત તેમની તબિયતની દેખરેખ રાખવામાં આવી રહી હતી. જેમજ તેમના અવસાનના સમાચાર સામે આવ્યા, તેમજ સમગ્ર ઝારખંડ રાજ્યમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ઝારખંડ રાજ્યના હાલના મુખ્યમંત્રી તથા શિબુ સોરેનના પુત્ર હેમંત સોરેને સોશિયલ મીડિયા પર પિતાના નિધનની માહિતી આપી અને ભાવુક સંદેશ શેર કર્યો:

"આદરણીય દિશામ ગુરુજી આપણને બધાને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું."

શિબુ સોરેનને ઝારખંડમાં એક લોકપ્રિય નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. તેમનું આખું જીવન આદિવાસી હિતો, જમીન અધિકાર અને ઝારખંડના હક્ક માટેના સઘન આંદોલનો માટે સમર્પિત રહ્યું. તેઓ ત્રણ વાર ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને લાંબા સમય સુધી સંસદસભ્ય પણ રહ્યા છે.

તેમના નિધનથી માત્ર રાજકીય જગત જ નહીં, પરંતુ લાખો સમર્થકોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. રાજકીય નેતાઓ અને સર્વત્રથી શોક સંદેશાવાહીની માળા શરૂ થઈ ગઈ છે. અંતિમ સંસ્કાર અંગેની માહિતી હજી જાહેર કરવામાં આવી નથી. તેમના સમ્માનમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્ય શોક જાહેર કરવાનો પણ અનુમાન છે.

દિશોમ ગુરુજીને શ્રદ્ધાંજલિઃ

ઝારખંડના વિકાસ અને આદિવાસી સમુદાય માટેના તેમનાં યોગદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now