આવનારી પેઢી પાસે બધું હશે પણ કદાચ આ નહીં હોય! એક સમય હતો જયારે ગામના પાદરે ડાયરો જામે, ત્યારે માઈક અને એમ્પ્લીફાયર વગર જ હજારો લોકો લોકગીતોના તાલે ઝૂમી ઉઠતાં તે વખતે ડાયરામાં ઘણા ઓફબીટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વપરાતાં. રામસાગર, નોબત, ભુંગળ, જંતર, જોડિયા પાવા આ બધાં ગુજરાતના એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. જેને વગાડનારા આર્ટિસ્ટ્સ હવે ફક્ત આંગળીના વેઢે ગણાય એટલાં જ રહયાં છે! આ કલાકારો ગુજરાતી સંગીતની એ ધરોહર છે, જેને બચાવવી જરૂરી છે. તમે ક્યારેય આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાંભળ્યા છે? કમેન્ટ કરીને કહો. અને આ સંગીતમય ઓફબીટ સ્ટોરીને હમણાં જ શેર કરો!




















