Home Gujarat Foreign Liquor Being Smuggled Under The Guise Of Chutney Boxes Seized In Dahod

દાહોદમાં ચટણીના બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો : રૂ. 1.02 કરોડના મુદ્દામાલ જપ્ત, બે બુટલેગરો ઝડપાયા

દાહોદમાં ચટણીના બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 01:18 PM IST

દાહોદ જિલ્લામાં પ્રોહીબિશન સામે કડક કાર્યવાહી કરતા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગુજરાત–મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલા ખંગેલા ચેક પોસ્ટ પરથી એલ.સી.બી.ની ટીમે સોસ અને ચટણીના બોક્સની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 1.02 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આંતરરાજ્ય બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે.

ભારતીય બનાવટનો વિદેશી ઇંગ્લીશ દારૂ મળી આવ્યો

પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ એલ.સી.બી. દ્વારા લીસ્ટેડ પ્રોહીબિશન બુટલેગરો તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડતા ઇસમો પર સતત નજર રાખવામાં આવી રહી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એમ. ગામેતીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો દ્વારા પેટ્રોલિંગ અને વોચ ચાલી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે RJ-02-GB-3415 નંબરનો એક આઇસર ટ્રક વિદેશી દારૂ ભરેલ હાલતમાં ગુજરાત બોર્ડર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે ખંગેલા ચેક પોસ્ટ પર વ્યૂહાત્મક આયોજન કરીને વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન આઇસર ટ્રકમાં કેપીટલ ફુડ્સના સોસ અને ચટણીના બોક્સની આડમાં છુપાવવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. તપાસમાં કુલ 380 પેટીમાં 13,152 બોટલ દારૂ ઝડપાયો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 52,18,560/- થાય છે.

પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે આ કાર્યવાહી દરમિયાન દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ આઇસર ટ્રક (અંદાજિત કિંમત રૂ. 20 લાખ), બે મોબાઇલ ફોન (રૂ. 10 હજાર) તેમજ કેપીટલ ફુડ્સના 1,355 બોક્સ (રૂ. 30,21,537/-) સહિત કુલ રૂ. 1,02,50,097/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે સત્યવાન ઓમપ્રકાશ પંડિત (રહેવાસી હરીયાણા) અને રાકેશ નારાયણલાલ જાટ (રહેવાસી રાજસ્થાન) નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ સામે કતવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now