Home Tech/Gadgets Flipkart Big Saving Days Sale Samsung Smartphone Deals Galaxy A14 5g Galaxy M35 5g Galaxy S23 Fe

ના હોય! Flipkart સેલમાં Samsungના ફોન પર 49000નું રૂપિયાનું ડિસ્કાઉન્ટ : જોઈ લો તમારા માટે કઈ ડીલ સૌથી બેસ્ટ!

ના હોય! Flipkart સેલમાં Samsungના ફોન પર 49000નું રૂપિયાનું ડિસ્કાઉન્ટ
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2024, 06:46 AM IST

ક્રિસમસના તહેવાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટે તેના પ્લેટફોર્મ પર “બિગ સેવિંગ ડેઝ” સેલ શરૂ કર્યો છે. જેમાં 20મી ડિસેમ્બરથી સેલ શરૂ થયો છે જે 25મી ડિસેમ્બર સુધી ચાલશે. આ સેલમાં ઘણા પ્રકારના સ્માર્ટફોન્સ પર ભારે ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યું છે. ત્ચારે સેમસંગના પ્રીમિયમ ફોન પણ સેલ દરમિયાન ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. જો તમે પણ લાંબા સમયથી નવો ફોન ખરીદવાનું વિચારતા હોય તો સેમસંગના ફોન પર 3 શ્રેષ્ઠ ડીલ્સ જોઈ શકો છો. જેમાં સેમસંગ ફોન પર 49 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો ચાલો આ શ્રેષ્ઠ ડીલ્સ પર એક નજર કરીએ.

ઑક્ટોબર, 2023માં લૉન્ચ થયેલા Samsung Galaxy S23 FE, ફ્લિપકાર્ટના આ સેલમાં ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. આ ફોનને સેલમાં તમે માત્ર 30,999 રૂપિયામાં ખરીદી શકો છો જ્યારે આ ફોનની મુળ કિંમત 79,999 રૂપિયા છે. જો તમે તેના અનુસાર જુઓ, તો તમને કોઈપણ બેંક ઑફર વિના ફોન પર સીધા 49 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે તેને શ્રેષ્ઠ ડીલ બનાવે છે. એટલું જ નહીં, આ ફોન પર નો કોસ્ટ EMIનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે, જ્યાંથી તમે દર મહિને માત્ર રૂ. 3,445 ચૂકવીને ડિવાઈસને ખરીદી શકો છો.

જો તમે 15 થી 20 હજારના બજેટમાં મોબાઈલ શોધી રહ્યાં છો તો, SAMSUNG Galaxy M35 5G શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, જેની કિંમત હાલમાં 15,570 રૂપિયા છે. કંપની આ ફોન પર 36% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કિંમતે તે 'મોન્સ્ટર' ફોન લાગે છે કારણ કે તેમાં 6000 mAh બેટરી છે. ઉપરાંત, ઉપકરણમાં 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ ઉપલબ્ધ છે. આ ડિવાઈસ પર 5% નું અમર્યાદિત કેશબેક પણ ઉપલબ્ધ છે પરંતુ તેના માટે તમારે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે.

આ લિસ્ટમાં છેલ્લા ફોન વિશે વાત કરીએ તો, તે સેમસંગનો એન્ટ્રી લેવલનો 5G ફોન છે જેને તમે હવે 47% સુધી ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. સેલમાં આ ફોનની કિંમત 10,999 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે આ ફોન પર તેની લોન્ચ કિંમતથી સીધું 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ દ્વારા આ ફોન પર 5% નું કેશબેક પણ ઉપલબ્ધ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now